GSTV

કોરોના સંકટ :ગુજરાતમાં 55 નવા કેસમાંથી 50 ફક્ત અમદાવાદમાં, આ ત્રણ વિસ્તારો હૉટસ્પોટ

corona

Last Updated on April 9, 2020 by Bansari

ગુજરાતમાં કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ ધારણ કરતો નજરે આવી રહ્યો છે. આજે ગુરુવારના રોજ કોરોનાના નવા 55 કેસ સામે આવ્યાં છે. તેમાંથી એકનું મૃત્યુ થયું છે જ્યારે એકે કોરોનાને જાકારો આપ્યો છે એટલે કે તે સ્વસ્થ થયો છે. આ સાથે  જ રાજ્યામાં કોરોના વાયરસના કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 241 થઇ ગઇ છે.

50 કેસ ફક્ત અમદાવાદમાં

આજે રાજ્યમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો આજે માત્ર અમદાવાદમાં જ કોરોનાના 50 નવા કેસ સામે આવ્યાં છે. અમદાવાદના આસ્ટોડિયા, દાણીલીમડા, ઘોડાસર વિસ્તારોમાંથી આ 50 પોઝીટીવ કેસ સામે હોવાનું જાણવા મળ્યું છે. તથા સુરતમાં 2, દાહોદમાં 1, આણંદમાં 1, છોટા ઉદેપુરમાં 1 નવો કેસ સામે આવ્યો છે.

corona

અમદાવાદમાં  કોરાનાના નવા કેસ પોઝીટીવ આવ્યા હતા જેમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં દરિયાપુર, કાલુપુર, જમાલપુર સહિતના વિસ્તારોના સમાવેશ થાય છે, કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે, ચેપ પ્રસરે નહી તે માટે લોકડાઉના કડક અમલ માટે  મધ્યઝોનમાં જમાલપુર, દરિયાપુર અને જમાલપુર સહિતના ૨૭ પ્રવેશ માર્ગે  બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં પ્રવેશના માર્ગ પર ૧૨ ચેકપોસ્ટથી સીટીમાં  પ્રવેશનાર  તમામ વ્યક્તિનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

કોરોના વાઇરસ પ્રસરે નહી તે માટે કલમ ૧૪૪ લાગુ

કોરોના વાઇરસ પ્રસરે નહી તે માટે કલમ ૧૪૪ ચારથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોટ વિસ્તારમાં લોકો ખોટા બહાના બતાવીને રખતા હતા જેથી મ્યુનિસિપલ અને પોલીસ દ્વારા લોકડાઈનનો ડકક અમલ કરવા માટે  નહેરુબ્રિજ તથા કાલુપુર શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટને અચોક્કસ મુદત માટે બંધ કરવામાં  આવી છે. જ્યારે  શહેરના કોટ વિસ્તારમાં દરિયાપુર, જમાલપુર અને શાહપુર સહિત પ્રવેશવાના ૨૭ માર્ગો  બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ૧૫ પોલીસ લોક અને ૧૨ ચેક પોસ્ટ જાહેર કરવામાં આવી છે. આ  ચેકપોસ્ટથી પ્રવેશનાર  તમામ વ્યક્તિનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

corona

કોટ વિસ્તારમાં આ રસ્તાઓ કરાયા બંધ

અમદાવાદના કોટ વિસ્તારના બંધ કરાયેલા રસ્તાઓમાં  એલિસબ્રિજ  પોલીસ સ્ટેશન વાળો રસ્તા બંધ કરાયો છે મધ્યઝોન નશાબંધીવાળા રસ્તો બંધ કરીને ત્યાં ચેક પોસ્ટ બનાવવામાં આવી છે, જમાલપુર દરવાજા બન્ને બાજુ બેરીકેટ કરીને ચેક પોસ્ટ બનાવવામાં  આવી છે. આમ જમાલુપુર વોર્ડમાં ચેક પોસ્ટ અને રિવરફ્રન્ટ રોડ સી.એન.જી પમ્પ સામેનો રસ્તો તથા  ખાનપુર દરવાજા તરફનો રસ્તાને પોલીસ લોક કરવામાં આવ્યો છે. આ સિવાય રાયપુર દરવાજા આસ્ટોડિયા, ભૂતની આંબલી ખાડિયા કાપડીવાડ -બાલભવન પાસે ચેકપોસ્ટ અને પોલીસ લોક કરવામાં આવ્યું છે. ઉપરાંત દરિયાપુર વોર્ડમાં કાલુપુર ભંડેરી પોળ દરવાજો બંધ કરીને પોલીસ લોક કરવામાં આવ્યો છે.  શાહપુર દરવાજા પાસે અને દિલ્હી દરવાજા ત્રિપાઠી હોલ પાસે પાકુ બેરીકેટીંગ કરીને પોલીસ લોક કરવામાં આવ્યું છે તેમજ શાહપુર શંકરભુવનથી ગાંધીબ્રિજ તર ફ જવાની ગલી બરફીવાલા ભવન સામેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!