GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોરોનાનો કહેરઃ રાજ્યમાં આજે વધુ 361 પોઝિટિવ કેસ સાથે 15 હજાર નજીક પહોંચ્યો આંકડો, વધુ 27 દર્દીના મોત સાથે

ગુજરાતમાં દરરોજ કોરોનાનો બોમ્બ ફુટી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આજે નવા 361 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 27 દર્દીના મોત થયા છે. સાથે જ આજે 503 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આજે નોંધાયેલા કેસની યાદી જોઈએ તો, અમદવાદામાં 251, સુરતમાં 36, વડોદરામાં 31, સાબરકાંઠામાં 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ અને રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. સાથે જ હાલમાં રાજ્યમાં કુલ 6777 એક્ટીવ કેસ છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો

  • ૨૪ કલાકમાં વધુ ૩૬૧ કેસ નોંધાયા
  • અમદાવાદમાં વધુ ૨૫૧ કેસ
  • વધુ ૨૭ દર્દીઓના મોત
  • ૨૭માંથી અમદાવાદમાં જ ૨૩ દર્દીઓના મોત
  • અમદાવાદમાં કુલ કેસની સંખ્યા ૧૦૮૪૧ થઇ
  • અમદાવાદમાં જ આજદિન સુધીમાં કુલ ૭૪૫ દર્દીઓના મોત

રાજ્યમાં કુલ 6777 એક્ટીવ કેસ

છેલ્લા 24 કલાકમાં કુલ 503 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. તો ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ 7137 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. જેથી હાલમાં રાજ્યમાં કુલ 6777 એક્ટીવ કેસ છે. આમ ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ કોરોનાના કેસ 14829 થઇ ગયા છે. એકલા અમદાવાદ શહેરમાં કુલ 10841 કેસ નોંધાય ચૂક્યા છે અને શહેરમાં કુલ 745 લોકોના મોત થઇ ચૂક્યા છે.

સુરતમાં 36 પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે સુરતમાં કુલ 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. તે સિવાય આજે વધુ એક દર્દીનું મોત પણ થયું છે. ઉધના વિસ્તારના 65 વર્ષના વ્યક્તિનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. સાથે જ સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1 હજાર 442 પર પહોંચી છે, જ્યારે મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે.

વાડજમાં એક જ દિવસમાં 28 કેસ

અમદાવાદનો નવો વાડજ વિસ્તાર કોરોનાનો નવો હોટ સ્પોટ બન્યો છે. નવા વાડજમાં એક જ દિવસમાં 28 કેસ સામે આવ્યા છે. તો નારાણપુરમાં 8, સરદાર પટેલ સ્ટેડિયમ 10 કેસ સામે આવ્યા છે. સાથે જ વેજલપુરમાં 12, થલતેજમાં 8, દરિયાપુરમાં 15, નિકોલમાં 12. નરોડામાં 11 તેમજ કુબેરનગર અને શાહપુરમાં 12 કેસ સામે આવ્યા છે.

ધોરાજીમાં વધું એક કોરોનનો કેસ નોંધાયો

ધોરાજીમાં વધું એક કોરોનનો કેસ નોંધાતા હવે અહીયા કુલ પાંચ પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાનો દર્દી સુરતથી પરત આવ્યો હતો. અને તેના ટેસ્ટ કરાવીને તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન તે જામકંડોરણા તાલુકાના રાયડી ગામ ખાતે તેના સસરાના ઘરે જતો રહ્યો. અને જ્યારે યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો ત્યારે આરોગ્ય ટીમે રાત્રીના દોઢ વાગ્યે તેને ઝડપી પાડીને ધોરાજી સરકારી હોસ્પિટલથી રાજકોટ લઈ ગયા. સાથે જ યુવકના સંપર્કમાં પણ 10 જેટલા લોકો આવ્યા હતા જેઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

જલાલપોરમાં પોણા પાંચ ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

Nilesh Jethva

જામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ

Nilesh Jethva

ICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!