GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સરકારને અનલોક કરવુ પડ્યુ ભારે: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 510 દર્દીઓ Corona પોઝીટીવ, 35નાં મોત

કોરોના

ગુજરાતમાં સતત Coronaનો કહેર વધી રહ્યો છે, ત્યારે આજે વધુ 510 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 35 દર્દીના મોત થયા છે. સાથે જ 344 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 324 કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં Coronaના કુલ 2,39,911 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં 24 કલાકમાં 510 કોરોના પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં 24 કલાકમાં 324 કોરોના પોઝિટિવ કેસ
  • સુરતમાં 24 કલાકમાં 67 કોરોના પોઝિટિવ કેસ
  • વડોદરામાં 24 કલાકમાં 45 કોરોના પોઝિટિવ કેસ
  • રાજ્યમાં આજે કુલ 35 લોકોના મોત

આજે રાજ્યમાં 35 વ્યક્તિઓનાં કોરાનાનાં કારણે દુ:ખદ મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંકડો 1190 થયો છે.

  • અમદાવાદ – 30
  • સુરત – 02
  • આણંદ -01
  • ભાવનગર – 01
  • સુરેન્દ્રનગર – 01

4 પોલીસકર્મીઓએ કોરોનાને આપી મ્હાત

અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા.અને ચારેય પોલીસકર્મીઓ સ્વસ્થ થઈ જતા ફરજ પર પરત ફર્યા હતા..જેથી પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

સુરતમાં 86 પોઝીટીવ કેસ

અનલોક વન બાદ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. સુરત સહિત જિલ્લામાં આજે 86 પોઝિટિવ કેસ નોંધાયા.સુરત શહેરમાં 79,જ્યારે જિલ્લામાં 7 પોઝિટિવ કેસ નોંધાય. ,આ સિવાય આજે સારવાર દરમિયાન બે દર્દીના મોત થયા છે. આ સાથે જ સુરતમાં કોરોનાથી મૃત્યુઆંક 80 પર પહોંચ્યો છે.આજે સૌથી વધુ કેસ સેન્ટ્રલ ઝોન ,રાંદેર, કતારગામ, ઉધના તેમજ લીંબાયત ઝોનમાં નોંધાયા છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

આ 6 ખતરનાક યુદ્ધ વાહનોના કાફલાએ લદાખમાં લોકોનું ધ્યાન ખેંચ્યું નહીં, મોદી જેની આસપાસ હતા

Dilip Patel

દિલ્હી-NCRમાં ફરી એક વાર આવ્યો ભૂકંપ, આ વખતે નોંધાયા 4.7ની તિવ્રતાના આંચકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!