GSTV

રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને થઈ 72,120, સોમવારે 1056 પોઝિટિવ દર્દીઓ સાથે 20નાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1056 કેસ નોંધાયા છે. તો આજે કુલ 20 દર્દીઓના મોત થયા છે.જેમાં સુરતમાં 8, અમદાવાદમાં 4, વડોદરમાં 2 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2674 થઇ ચૂક્યો છે.તો હાલમાં 76 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.તો છેલ્લા 24 કલાકમાં કુલ 1138 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 55 હજાર 276 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 236, અમદાવાદમાં 144 કેસ, વડોદરામાં 108 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 29 હજાર 604 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 10 લાખ 17 હજાર 234 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1156
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 72,120
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 20
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1138
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 55,726
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14170

માસ્ક ન પહેરવા પર લાગશે 1000નો દંડ

રાજ્યમાં આવતી કાલથી માસ્ક ન પહેરનાર પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યા. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આ મામલે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, હાઈકોર્ટના દિશા-નિર્દેશ બાદ માસ્ક ન પહેરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા માસ્ત ન પહેરનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. સીએમ રૂપાણીએ રાજ્યની પ્રજાને તહેવારમાં બહાર ન નિકળવા અપીલ કરી હતી. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે.

દેશમાં ડોકટરના મોત મામલે ગુજરાત બીજા નંબરે

દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધતા તબીબના મોતની સંખ્યા પણ વધી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયશન દ્વારા પણ ડોકટરના મોત મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં ડોકટરના મોત મામલે ગુજરાત બીજા નંબરે છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ મોત ફેમિલી ફિજીશિયન ડોક્ટરના થયા છે. જ્યારે ગુજરાત માં બાળકોની સારવાર કરનાર બાળરોગ નિષ્ણાત ડોક્ટરનો મૃત્યુઆંક પણ ઉચો છે.

READ ALSO

Related posts

રાજ્ય સરકારે શિક્ષકો માટે બહારે પાડેલા પરિપત્ર મુદ્દે કોંગ્રેસ આવી મેદાને, કોરોના સંક્રમિત શિક્ષકનો પગાર કાપવાનો છે મુદ્દો

Nilesh Jethva

ગુજરાતને મોંઘેરી ભેટ/ 250 ઈ-બસ ચલાવવા આપી દીધી મંજૂરી, પ્રદૂષણ ઘટશે અને બળતણ નહીં વપરાય

Dilip Patel

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફસાયા ખેડૂતો/ મમતાએ કરેલી જાહેરાત મોદી સરકારને મંજૂર નથી !

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!