નવા વેરિયન્ટ ઓમિક્રોન ઉપરાંત કોરોનાના વધતાં જતાં કેસાને કારણે રાજ્ય સરકારે અમદાવાદ સહિત રાજ્યના કુલ 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવા નિર્ણય કર્યો છે. ધંધા રોજગારને અસર પહોંચે તેવી સંભાવનાને પગલે સરકારે રાત્રિ કરફયુના સમયમાં કોઇ ફેરફાર કર્યો નથી. રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 10થી સવારથી 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી ચાલુ રહેશે. રાત્રિ કરફેયુ સહિત નિયંત્રણો સાથે નવી માર્ગદર્શિકા તા.29 મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

નવી માર્ગદર્શિકા 29મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે
ગુજરાતમાં કોરોનાના કેસો દિનપ્રતિદીન કેસો વધી રહ્યા છે. મોટાભાગના જિલ્લામાં કોરોનાએ એન્ટ્રી કરી છે ત્યારે ંસક્રમણને રોકવા સરકારે નિયંત્રણ લાદવા નક્કી કર્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી કોર કમિટીના બેઠકમાં પ્રવર્તમાન સિૃથતીનું આકંલન કરાયુ હતું. કોરોનાનું સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યુ છે ત્યારે રાજ્ય સરકારે વધુ કેસો ધરાવતાં શહેરો જેવા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે.
હવે કોરોનાનું સંક્રમણ વધતાં મોરબી, નવસારી, વલસાડ, ગોંડલ, નડિયાદ, વાંકાનેર, ધોરાજી, ભરૂચ, જેતપુર, સુરેન્દ્રનગર, ગોધરા, વ્યારા, અંકલેશ્વર, કાલાવાડ, ધ્રાંગધ્રા, વિજલપોર,વાપી અને કલોલમાં રાત્રિ કરફ્યુ લાદવા સરકારે નિર્ણય કર્યો છે. આમ કુલ મળીને 27 શહેરોમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે.

આ ઉપરાંત દુકાનો, શોપિંગ મોલ, કોમ્પ્લેકસ, લારી ગલ્લા, ગુજરી બજાર, બજાર હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર સહિત વ્યાપારિક ગતિવીધી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે.હોટલ-રેસ્ટેરન્ટને રાત્રિ કરફ્યુને લીધે આિર્થક નુકશાન થઇ રહ્યુ છે તેવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી
જેના કારણે હવે હોટલ રેસ્ટોરન્ટમાં 24 કલાક હોમ ડિમિલરી કરાશે.રાજ્ય સરકારે લગ્ન સમારોહથી માંડીને સામાજીક, ધાર્મિક અને રાજકીય મેળાવડા માં માત્ર 150 જણાંને મંજૂરી આપી છે. નવી માર્ગદર્શિકા જાહેર થઇ છે જેમાં સખ્યા યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત અંતિમ ક્રિયા- દફનવિધીમાં ય નિયત સંખ્યામાં કોઇ કાપ મૂકાયો નથી. આ તમામ નિયમોમાં યથાવત રાખવામાં આવ્યા છે.
કયા શહેરોમાં રાત્રિ કરફ્યૂ
અમદાવાદ, ભાવનગર, આઁણંદ, મોરબી, નવસારી, વલસાડ, ગોંડલ, વડોદરા, જામનગર, નડિયાદ, વાંકાનેર, ધોરાજી, ભરૂચ, જેતપુર, સુરત, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગોધરા, વ્યારા, અંકલેશ્વર, કાલાવાડ, રાજકોટ, ગાંધીનગર, ધ્રાંગધ્રા, વિજલપોર, વાપી, કલોલ
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં