GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહયો છે કોરોના, મોતના આંકમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે

દેશમાં કોરોના (corona)નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ચીનના વુહાનથી ચાલુ થયેલા કોરોના સંક્રમણની મહામારી વૈશ્વિક રીતે ફેલાઈ ગઈ છે. ભારતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. લોકોને સોશ્યલ અંતર જાળવવા માટે લોકડાઉન જેવા કડક પગલાંઓ ભરાયા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ કરાયું છે. આમ છતાં પણ ગુજરાત મોતની સંખ્યાના મામલે દેશમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. ગુજરાતમાં આ આંક જોશો તો તમે ઘરમાંથી નીકળવાનું જ ટાળી દેશો. દેશભરમાં ગુજરાત આજે નવા કેસોમાં ચોથા ક્રમાંકે છે. કુલ કેસોની સંખ્યામાં હવે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જ આગળ છે. દેશમાં કેસોની સંખ્યામાં ગુજરાત 5માં ક્રમાંકે છે. ગુજરાતમાં જે પ્રકારે કેસો વધી રહ્યાં છે એ જોતાં આગામી દિવસોમાં સ્થિતિ વધારે ગંભીર બનશે એ નક્કી છે. ગુજરાતીઓ માટે શ્રેષ્ઠ ઉપાય હવે માત્ર ગુજરાતમાં રહેવું જ એ છે. ગુજરાત સરકારની કામગીરી જબરજસ્ત છે. સરકાર સારી કામગીરી કરી રહી છે પણ કોરોના પોઝિટીવ અને મોતના આંકને સરકાર રોકી શકી નથી. દેશમાં ગુજરાત ધીમે ધીમે અન્ય રાજ્યોની તુલનાએ હનુમાન કૂદકો મારી રહ્યું છે. સરકાર માટે આ બાબત ચેતવણીરૂપ છે. રૂપાણી સરકારે કોવિદ-19ને માત આપવા કરેલી તૈયારીઓ સરાહનીય છે પણ વધતા જતા કેસો સરકારની કામગીરીને બટ્ટો લગાડી રહી છે.

  • દેશભરમાં ગુજરાત આજે નવા કેસોમાં ત્રીજા ક્રમાંકે
  • મહારાષ્ટ્રમાં 11 અને કર્ણાટકમાં 12 કેસો વધ્યા
  • ગુજરાત મોતની સંખ્યાના મામલે દેશમાં પ્રથમ ક્રમે આવી ગયું
  • મહારાષ્ટ્ર અને ગુજરાત હવે એક સાથે આવી ગયા
  • મહારાષ્ટ્રમાં 167 કેસો પોઝિટીવ સામે મોતનો આંક માત્ર 4
  • ગુજરાતમાં 55 કેસો સામે મોતનો આંક 4એ પહોંચ્યો
  • કુલ પોઝિટીવ કેસોની સંખ્યા બાબતે પણ ગુજરાત ઉત્તર પ્રદેશની સાથે 5મા ક્રમાંકે પહોચ્યું

દેશમાં કુલ 21 મોતમાં સૌથી વધારે મોત ગુજરાતમાં થયા છે. મહારાષ્ટ્રમાં 4 મોતનો આંક છે પણ આ રાજ્યમાં કોરોના પોઝિટીવની સંખ્યા 167 છે. આમ પોઝિટીવ કેસોની સંખ્યામાં ગુજરાત કોરોના પોઝિટીવને બચાવવામાં એ સફળ રહ્યું નથી. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા સતત વધી રહી છે. આજે ગુજરાતમાં 7 કેસો નવા આવ્યા છે. એ સામે કર્ણાટકમાં 12 અને મહારાષ્ટ્રમાં 11 કેસો સામે આવ્યા છે. જમ્મુમાં પણ 8 કોરોના પોઝિટીવ કેસો સામે આવ્યા છે. ટોટલ મળીને 73 કેસો આજે કોરોના પોઝિટીવ સામે આ્યા છે. સઘન ચેકિંગો છતાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 959 થઈ ચૂકી છે. જેમાં 20 જેટલા દર્દીઓના મોત થયા છે. ભારતમાં જે ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે તે સતત ચિંતાની બાબત છે. ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવની સંખ્યા વધીને 56 થઈ છે. તેમાં 4 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે.

56માંથી 26 કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ

રાજ્યમાં 50 ટકા કરતાં વધુ કેસ લોકલ ટ્રાંસમિશનના કારણે થયા છે. રાજ્યમાં 56માંથી 26 કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. ગાંધીનગરમાં 6, અમદાવાદમાં 5 કેસ, વડોદરામાં 3 અને સુરતમાં 2 કેસ ટ્રાનસમિશનના કારણે છે. અન્ય વિદેશ પ્રવાસ તેમજ આંતરરાજ્ય પ્રવાસમાં નોંધાયા છે. દેશમાં 20 મોત સામે ગુજરાતમાં 4 મોત એ ગુજરાત માટે ખતરાની ઘંટડી ગણી શકાય. અન્ય રાજ્યોમાં વધુ પોઝીટીવ કેસ સામે આટલા મોત નથી થયા. રાજ્યમાં કોરોના પોઝીટીવ દર્દીઓના વધી રહેલા મોતથી ગુજરાતમાં શું ખરેખર મુશ્કેલીનો સમય આવનાર છે? 21 દિવસના લોક ડાઉન છતાં ગુજરાતમાં કોરોનાનું વધતું સંક્રમણ ખરેખર ચિંતાનો વિષય છે. કોરોના વાયરસ સામેના જંગમાં ઓછામાં ઓછું મૃત્યું થાય અને જંગમાં જીતી જવા દરમિયાન સેવા કરનાર કર્મીઓનું મોત થશે તો તેના પરિવારને 25 લાખ રૃપિયા આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે કોંગ્રેસની મીંટીગમાં જઈ રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત

Bansari

નીતિન પટેલનું હોમટાઉન બની રહ્યું છે હવે Coronaનું હોટસ્પોટ, કડીમાં નવા 5 પોઝિટીવ કેસ

Arohi

ગોધરાના 26 લોકો 2 મહિનાથી પાકિસ્તાનમાં ફસાયા, સરકાર પાસે લગાવી મદદની ગુહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!