GSTV

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ/ છેલ્લાં 24 કલાકમાં 1540 કેસ, 16 લોકોના થયા મોત

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1540 કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 3906 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં ત્રણવાર 1500થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 10 લોકોના મોત થયા છે. સુરતમાં 2, વડોદરા અને બોટાદમાં 1-1 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1283 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 1 હજાર 949 કેસ નોંધાઇ ચૂક્યા છે. કચ્છમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે વધતા કોરોના સંક્રમણે લઈને ભુજમાં તંત્ર સતર્ક બન્યુ છે. ભુજ શહેરમાં અને વહીવટી તંત્રએ જોઈન્ટ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યુ છે અને ગાઈડલાઈનનું પાલન નહી કરવા બદલ દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.. તહેવાર બાદ કેરા કેસ વધી રહ્યા છે ત્યારે  ભુજમાં વધતા કોરોના સંક્રમણને લઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે..ફૂટ માર્ચ દરમિયાન માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો નિયમનો ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યા હતા.

1 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
23 નવેમ્બર1,487171,234
24 નવેમ્બર1510161,286
25 નવેમ્બર1540141,283
કુલ આંક64,55545366,524

હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 287 એક્ટિવ કેસ છે. જ્યારે 96 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. સુરત શહેરમાં દિવાળી બાદ વધતા કેસને લઈને તંત્રમાં ફરી દોડધામ જોવા મળી છે. મહાપાલિકાએ કોરોના ટેસ્ટિંગની કામગીરીમાં વધારો કર્યો છે. સુરતમાં RTPCR ટેસ્ટમાં પોઝીટીવીટી રેસિયો 18 ટકા પહોચ્યો છે.સુરતમાં એક જ દિવસમાં માસ્ક ન પહેરનારા ત્રણ હજાર 800 લોકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ અને સવા બે લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સુરતમાં પ્રતિદિવસ 9 થી 10 હજાર ટેસ્ટિંગ કરવામાં આવતા હતા,જે વધારી હાલની સ્થિતિએ પ્રતિદિવાસ 18500 થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. રેપીડમાં આવેલા નેગેટિવ રિપોર્ટ બાદ RTPCRના ટેસ્ટ દરમ્યાન 18 ટકા જેટલા કેસો પોઝીટીવ મળી રહ્યા છે.જેને લઈ લોકોએ RTPCR ટેસ્ટ કરાવે તે ખૂબ આવશ્યક બન્યું છે. અઠવા ઝોનમાં 229 થી વધારે કન્ટેનમેન્ટ ઝોન છે, જ્યાં રાંદેર અને અઠવા ઝોનમાંથી હાલ કેસો વધુ આવી રહ્યા છે.જેથી અહીં ટેસ્ટિંગ ની કામગીરી વધારવામાં આવી છે.

30 કરોડ લોકોને વેક્સીન આપવા માટેની તડામાર તૈયારીઓ

કોરોના કાબૂમાં લેવા ભલે હજુ કોઈ દવાને કેન્દ્ર સરકારની મંજૂરી ન મળી હોય. પરંતુ 30 કરોડ લોકોને વેક્સીન આપવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વેક્સીન આપવા માટે નીતિ આયોગે સુચવેલા પ્લાન મુજબ ચૂંટણીમાં જેમ પોલીંગ બુથ બનાવાય છે તેવી જ રીતે વેક્સીન બુથ બનાવીને લોકોને વેક્સીન અપાશે. આમ તો દેશના તમામ નાગરિકોને કોરોનાથી બચવા રસી લગાવવાની યોજના છે. પરંતુ સૌથી પહેલા 30 કરોડ લોકોને રસી અપાશે. જેમાં પ્રાથમિકતાના આધાર પર સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટિઝનને વેક્સીન આપવાની તૈયારીઓ ચાલી રહી છે.

READ ALSO

Related posts

વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક

Sejal Vibhani

ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં

pratik shah

LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!