GSTV

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, 24 કલાકમાં જ બે દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાને કારણે 2 લોકોના મોત થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ 43 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં આજે અમદાવાદમાં 17, ગાંધીનગરમાં 7, સુરતમાં 7 વડોદરામાં 8, રાજકોટમાં 4, કચ્છમાં 1 અને ભાવનગરમાં એક કેસ પોઝિટીવ મળી આવ્યો છે. હાલમાં 761 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈકાલ રાત સુધી ગુજરાતમાં 39 કેસ જ હતા. આજે અમદાવામાં 01, સુરતમાં 01, ભાવનગરમાં 01 અને ગાંધીનગરમાં 01 કેસ વધ્યો છે.

ગુજરાતમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક

બુધવારે અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયા બાદ આજે સવારે ભાવનગરમાં કોરોનાને કારણે એક મોત નિપજ્યું હતું. ભાવનગરમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેમને 24 તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં સુરત, અમદાવાદ અને ભાવનગર એમ ત્રણેય શહેરોમાં એક-એક દર્દીના મોત નિપજ્યા છે. બીજી તરફ ગુજરાતના કુલ 43 કેસ અંતર્ગત અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. જ્યારે કે વડોદરામાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 4 કેસ, તેમજ કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

દેશમાં પણ વધી રહ્યા છે મોતના આંકડાઓ

દેશમાં Coronaના દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. ગત 24 કલાકમાં Coronaના 66 નવા કેસ સામે આવ્યા છે. હવે દર્દીઓનો આંકડો 633 થઇ ગયો છે. જેમાંથી 579 એક્ટિવ કેસ છે. જ્યારે 14 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. દેશના 25 રાજ્યોમાં Corona દસ્તક આપી ચુક્યો છે. સમગ્ર દેશમાં લોકડાઉન છે પરંતુ દર્દીઓની સંખ્યા ઓછી થવાનું નામ નથી લઇ રહી અને સાથે જ મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. અગાઉ બુધવારે મધ્યપ્રદેશમાં પ્રથમ મોત થયું છે. ઇન્દોરમાં 60 વર્ષના એક શખ્સનું મોત થયું છે. સાથે જ તમિલનાડુના મદુરાઇમાં પણ એક શખ્સે જીવ ગુમાવ્યો છે, જે બાદ શહેરમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં એક 85 વર્ષની વૃદ્ધ મહિલાનું  Coronaની ઝપેટમાં આવ્યા બાદ મોત થયું છે.

633 પોઝિટીવ કેસ, 14ના મોત

દેશમાં કોરોના વાયરસના કારણે ધીમે ધીમે મોતનો આંકડો વધતો જાય છે. તેમ છતાં પણ લોકો સામાજિક અંતર રાખવાની વાતને ગંભીરતાથી લેતા નથી. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 633 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ લોકો કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત 14 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ દેશમાં 21 દિવસનું લોકડાઉન પણ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જો કે, સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 47 લોકો આ વાયરસની બિમારીમાંથી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.

READ ALSO

Related posts

વિશ્વમાં કોરોનાનો કોહરામઃ 12.75 લાખ લોકોને સ્પર્શી ગયો વાયરસ, મૃત્યુઆંક 70 હજારે પહોંચવા આવ્યો

Ankita Trada

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કોરના વાયરસથી મોત થાય તો આ સહાય કરાશે

pratik shah

અમદાવદ મ્યુનિસિપલ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી, શહેરમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!