GSTV

ગુજરાતમાં Coronaનાં છેલ્લાં 24 કલાકમાં 1417 પોઝિટિવ દર્દીઓ સાથે 13નાં મોત, 1419 લોકો થયા સાજા

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1417 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1419 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3409 પર પહોંચી ગયો છે. તો હાલમાં 82 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 111909 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 41 લાખ 72 હજાર 051 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,07,071 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,06,679 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 392 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 1417
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 131808
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 13
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1419
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,11,909
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16354

રાજકોટમાં 15 દર્દીઓનાં થયા મોત

રાજકોટમાં Coronaનો કેર યથાવત છે. ત્યારે Coronaના કારણે રાજકોટમાં વધુ 15 દર્દીઓના મોત થયા. ગઇકાલે 12 દર્દીઓના મોત થયા હતા. ત્યારે ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પ્રમાણે Coronaથી માત્ર એક દર્દીનું મોત થયુ હતુ. ત્યારે આજે 15 દર્દીઓના મોત અંગે પણ આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

ગુજરાત સરકાર આ વખતે વાયબ્રન્ટ નવરાત્રી નહીં યોજે

રાજ્યમાં વધી રહેલા Corona સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકારે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવના જે આયોજનો કર્યા હતા તે તમામ આયોજનો રદ કરવામાં આવ્યા છે.

Coronaની ગાઈડલાઈનનું પાલન ન કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી

Coronaકાળમાં સુરતમાં સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે એસઓપીનો ભંગ કરનાર પાસેથી પાલિકાએ સાત માસમાં બે કરોડનો દંડ વસુલ્યો છે. માર્ચ માસથી માસ્ક ન પહેરવા બદલ, સોશિયલ ડિસ્ટનસિંગ ,જાહેરમાં ઠુકવા બદલ અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા બદલ દંડની વસુલાત કરાઈ છે. પાલિકાના કુલ આઠ ઝોનમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખોલાશે

આગામી 1 ઓક્ટોબરથી અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખોલવામાં આવશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલમાં સાફસફાઈ અને સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરાઈ. કાંકરીયાના 7 ગેટમાંથી 2 ગેટ ખોલવામાં આવશે. મુલાકાતીઓ માટે ટિકિટ બારી પર સર્કલ દોરવામાં આવ્યા છે. જો મુલાકાતીઓની સંખ્યા વધશે તો નિયંત્રિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. છ મહિના અગાઉ માર્ચ મહિનાથી કોરોના મહામારીને કારણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યું હતુ.

READ ALSO

Related posts

રૂપાણી સરકારની ઉદ્યોગજગત માટે મહત્વની જાહેરાત, યુનિટદીઠ વીજદરમાં કર્યો ઘટાડો

Pravin Makwana

જૂનાગઢ/ રોપ વેની ટિકિટના ભાવ ઘટાડવા માટે રક્તરંજિત સહી ઝૂંબેશ ઉપાડી, કરી રહ્યા છે ભારે વિરોધ

Pravin Makwana

એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા, આઈટીના દેશભરમાં 42 જગ્યા પર સામૂહિક દરોડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!