GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોનાના 350થી 400 કેસોની પરંપરા છતાં રૂપાણી સરકાર આ આંકડાઓને આધારે પોતાના ગાઈ રહી છે ગુણગાન

રૂપાણી

ગુજરાતમાં હવે રોજ ૩૫૦-૪૦૦ કેસો નોંધાવવાની જાણે પરંપરા બની છે. અનલોક-૧ના પ્રથમ દિવસે જ અમદાવાદમાં તો રવિવારની સરખામણીમાં સોમવારે કોરોનાના કેસોમાં વધારો નોંધાયા હતો. કોરોનાનું ચિત્ર હજુ ય ભયાવહ બની રહ્યું છે ત્યારે પણ રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છે કે, દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે. કોરોનાના જેટલા કેસો નોંધાઇ રહ્યાં છે તેનાથી બમણાં દર્દી સાજા થઇ રહ્યાં છે. ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને હવે ૬૨.૬૧ ટકા થયો છે. ગુજરાતમાં આજે વધુ ૪૨૩ કેસો નોંધાયા હતાં જેના કારણે રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો ૧૭ હજારને પાર કરી ગયો હતો. આ ઉપરાંત ૨૫ દર્દીઓના મોત થયા હતાં પરિણામે મૃત્યુઆંક ૧૦૬૩ થયો છે.

કોરોના

અનલોક-1ના પ્રથમ દિવસે જ 423 કેસ

ગુજરાતમાં હવે લોકડાઉન તબક્કાવાર પૂર્ણ થયું છે અને અનલોક-૧ જાહેર કરી રાજ્ય સરકારે વધુ રાહત આપી છે. અનલોક-૧ના પ્રથમ જ દિવસે પણ કોરોનાના કેસો ઓછા થઇ શકયાં નથી. ગુજરાતમાં એવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે કે, રોજ ૧૫થી વધુ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતીને લીધે ગુજરાતમાં મોટાભાગના જિલ્લા કોરોનાથી સંક્રમિત થયાં છે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, આણંદ, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, પાટણ, વલસાડમાં કુલ મળીને નવા ૪૨૩ કેસો નોંધાયા હતાં. અમદાવાદમાં તો અનલોક-૧ના પ્રથમ દિવસે જ ૩૧૪ કેસો નોંધાયા હતાં. રવિવારની સરખામણી સોમવારે કેસોની સંખ્યા વધી હતી. લોકડાઉનમાંથી તો અમદાવાદીઓને રાહત મળી છે પણ કોરોનાનું સંકટ હજુય ટળ્યું નથી જેથી વધતાં કેસોને કારણે અમદાવાદીઓની ચિંતા વધી છે.

Corona

રવિવારની સરખામણીએ સોમવારે ઓછા ટેસ્ટ

કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે તેમ છતાંય કોરોનાના ટેસ્ટ કરાતાં નથી. આ જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ફટકાર લગાવી છે ત્યારે રવિવારની સરખામણીમાં સોમવારે ઓછા ટેસ્ટ કરાયાં હતાં. સોમવારે ૪૩૨૮ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૨,૧૬,૨૫૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. હવે તો ખાનગી લેબમાં ય ટેસ્ટ કરવાની છૂટ આપવામાં આવી છે. આ તરફ, ગુજરાતમાં ઉંચા મૃત્યુદરને તો રોકી શકાયો નથી પણ દર્દીઓનો સાજા થવાનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે.

એક જ દિવસમાં પહેલીવાર 861 દર્દીઓ સ્વસ્થ થયા

આરોગ્ય વિભાગનો દાવો છે કે, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને ૬૨.૬૧ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૭૮૦ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. આજે પણ ૮૬૧ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક જ દિવસમાં ૮૬૧ દર્દીઓ સાજા થયા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે. અમદાવાદમાં તો ૭૯૦ જણાંને એક જ દિવસમાંથી રજા આપી દેવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામવાનો સિલસીલો આજે ય યથાવત રહ્યો હતો.

Corona

કુલ મૃત્યુઆંક 1063 થયો

ગુજરાતમાં કોરોનાએ વધુ ૨૫ દર્દીઓનો ભોગ લીધો હતો. અમદાવાદમાં ૨૨ દર્દીઓના મોત થયા હતાં. આ ઉપરાંત સુરતમાં ૨ અને અરવલ્લીમાં ૧ દર્દીનું મોત થયું હતું. કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૧૦૬૩ સુધી પહોંચ્યો છે. અત્યારે ૬૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે ૫૩૦૯ દર્દીઓની તબિયત સ્થિર છે. અત્યારે ગુજરાતમાં કુલ ૨,૪૧,૦૪૬ લોકો સરકારી અને હોમ કવોરન્ટાઇન હેઠળ છે. આજે ૩૯૫૩ લોકોએ કવોરન્ટાઇનમાંથી મુક્તિ મેળવી હતી. ટૂંકમાં, ગુજરાતમાં હજુય કોરોનાની પક્કડ ઓછી થઇ નથી.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!