GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોરોનાથી રાહત / રાજ્યના 25 જિલ્લામાં એક પણ કેસ નહીં અને 17માં દિવસે મોતનો આંક પણ શૂન્ય, નવા 15 કેસ

કોરોના

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવાં ૧૫ કેસ નોંધાયા છે અને સળંગ ૧૭મા દિવસે રાજ્યમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી. આજે રાજ્યના ૨૫ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી. નવાં ૧૫ કેસો સામે આજે ૨૮ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોના

૧૫ નવાં દર્દીઓ સામે આજે ૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં

આજે વડોદરામાં ૪, અમદાવાદમાં ૩, સુરતમાં ૨, જૂનાગઢમાં ૨, ગીર-સોમનાથમાં ૧, જામનગરમાં ૧, કચ્છમાં ૧ અને તાપીમાં ૧ કેસ નોંધાયો છે. આ સિવાયના તમામ ૨૫ જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. ૧૫ નવાં દર્દીઓ સામે આજે ૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા  ડિસ્ચાર્જનો કુલ આંક ૮,૧૪,૬૬૫ થયો છે. હાલની પરિસ્થિતિએ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૧૩ છે. જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૨૦૮ દર્દીઓ સ્ટેબલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટતા વિવિધ નિયંત્રણો હવે હળવા કરી દેવાયા છે. પરંતુ ફરી એક વખત લોકો બેદરકાર જોવા મળી રહ્યાં છે. તો સાથે જ કોરોનાકાળમાં વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પણ પડતી મુશ્કેલી પર સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપતા સરકાર વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં હોવાનું કહ્યું હતું. વધુમાં કોરોના ગાઇડલાઇનને લઇને સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘જો રાજ્યમાં ફરી કેસ વધશે તો હળવા કરાયેલા નિયમો કડક કરી દેવાશે.’

READ ALSO

Related posts

વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર

Bansari Gohel

શિંદેએ બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિરના કર્યા દર્શન, મુંબઈ થોડાક સમયમાં પહોંચશે!

pratikshah

પડઘા પડ્યા / રાજસ્થાનમાં હત્યા બાદ ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર : હોમ મીનિસ્ટરે બોલાવી ઈમરજન્સી બેઠક

pratikshah
GSTV