GSTV
Gujarat Government Advertisement

કોરોના બેકાબૂ / ગુજરાતમાં ભયંકર ખરાબ હાલત : મોત અને કોરોનાના કેસોએ નોંધાવ્યો મોટો રેકોર્ડ, 4000થી વધુ કેસ

Last Updated on April 8, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4000થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4021 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 35 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4655 એ પહોંચ્યો છે.

કેસ

બીજી બાજુ રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. આજ રોજ છેલ્લાં 24 કલાકમાં 2197 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અત્યાર સુધી 3,07,346 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.44 ટકાએ પહોંચ્યો છે.

May be an image of fire, outdoors and text that says "ગુજરાતમાંપ્રથમવાર ૪૦૦૦નો નવો રેકોર્ડ બનાવ્યો ગુજરાતમાં ગંભીર હાલત, મેડિકલ, હોસ્પિટલ હોય કે સ્મશાનગૃહ તમામ જગ્યાએ બસ લાઈનો જ લાઈનો, ગુજરાતમાં સતાવાર રીતે રપનાં મોત બિનસત્તાવાર આંક ઘણો ઊંચો, પ્રથમવાર કેસ ૪૦૨૧ કેસ નોંધાયા, અમદાવાદ અને સુરતમાં કેસનો આંક ૧૦૦૦ની નજીક, ૧૮૯ દર્દી વેન્ટિલેટર પર, રાજકોટમાં ૫૦૦થી વધારે કેસ gstv.in"

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 20,473 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 182 લોકો વેન્ટિલેટર પર છે અને 20,291 લોકો સ્ટેબલ છે. 3,07,346 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4655 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 35 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1 સહિત કુલ 35 લોકોનાં મોત નિપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે લોકડાઉનના ભયથી રાજ્યમાં મજૂરી માટે આવેલા મજૂરો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે.  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ જોવા મળી. તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે.

ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ

ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં સરકારી ચોપડે એક પણ કોરોના દર્દીનું મોત દર્શાવવામાં નથી આવ્યું. પરંતુ ગાંધીનગરના સેક્ટર 30 અને સરગાસણના સ્મશાનમાં 24 કલાકમાં 25 મૃતદેહોની અંતિમવિધી કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી. અગાઉ પણ ગાંધીનગર મનપા અને વહીવટી તંત્ર દ્વારા મોતના સાચા આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા જાહેર થતાં આંકડાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

કાર્યવાહી / અમદાવાદમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર 4 ઓફિસ સીલ

Dhruv Brahmbhatt

ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર

Dhruv Brahmbhatt

એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!