GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં બીજી લહેર પડી નબળી / રાજ્ય ધીરે-ધીરે અનલોક તરફ, આજે નવા 644 કેસ તો 10 દર્દીઓના જ મોત

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે. સતત કોરોનાના કેસો ઘટી રહ્યાં છે તો બીજી બાજુ રાજ્ય પણ હવે અનલોક તરફ જઇ રહ્યું છે. ત્યારે સતત રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એવામાં વાત કરીએ આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસોની તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે તો નવા 10 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 1675 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.11 ટકાએ પહોંચ્યો છે.

Image

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,94,703 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,965 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 66 હજાર 222 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Image

રાજ્યમાં હાલમાં 13 હજાર 683 એક્ટિવ કેસો

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 13 હજાર 683 એક્ટિવ કેસો, 346 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 13 હજાર 337 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,965 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

Image

અત્રે નોંધનીય છે કે, આજે મળેલી કેબિનેટ બેઠક બાદ સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. સરકારે સૌથી મોટી રાહત જિમ સંચાલકો અને રેસ્ટોરન્ટ માલિકોને આપી છે. બજારો પણ એક કલાક હવે વધુ ખૂલ્લા રાખી શકાશે. ગુજરાતમાં કોરોના પ્રતિબંધો હળવા થતાં બજારમાં હવે ફરી માહોલ બદલાશે. ગુજરાતમાં હવે કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં કહેરમાં ઘટાડો થયો છે. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!