GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં હજુ પણ પરિસ્થિતિ ચિંતાજનક, કોરોનાના કેસ ભલે ઘટ્યાં પરંતુ વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં ગત રોજ કોરોનાના નોંધાયેલા નવા કેસોની જો વાત કરીએ ગત રોજ શુક્રવારના રાજ્યમાં 12,064 કેસ નોંધાયા હતાં જ્યારે આજે રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થતા આજે નવા 11,892 કેસો નોંધાયા છે જ્યારે દર્દીઓના મોત પણ ગત રોજની જેમ 119 લોકોના જ આજે પણ મોત થયા છે જ્યારે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ગત રોજ 13,085 હતી જે આજે વધીને 14,737 થઇ ગઇ છે. એટલે કે રાજ્યમાં રિકવર (સાજા થનારા) દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

અત્યાર સુધીમાં કુલ 5,18,234 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,18,234 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે તો રાજ્યમાં કુલ 1,34,03,045 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 1 લાખ 43 હજાર 421

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 1 લાખ 43 હજાર 421 એક્ટિવ કેસો, 782 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 1,42,639 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 8273 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

તમને જણાવી દઇએ કે, હાલમાં ગોધરા કોવિડ હોસ્પિટલમાં કોરોના કેસોમાં વધારો થતા એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી.હાલ હોસ્પિટલમાં સારવારમાં 6 કલાકનું વેટિંગ આવતા દર્દીઓની હાલત કફોડી બની છે.ગોધરાની સિવિલ હોસ્પિટલમાં 108માં આવતા દર્દીઓને જ સારવાર આપવામાં આવી રહી છે.હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી ગંભીર દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન અપાઈ રહ્યો છે,108માં ઓક્સિજનની બોટલ ખાલી થતા જ બોટલ લેવા હોસ્પિટલમાં દોડવું પડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!