GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોના હવે હાંફવા લાગ્યો, પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો તો મોતનો આંક પણ ઘટ્યો

કોરોના

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તો બીજી બાજુ હવે મોતની સંખ્યામાં પણ ધીરે-ધીરે ઘટાડો થઇ રહ્યો છે. તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. એવી સ્થિતિમાં રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના નવા 12,064 કેસ નોંધાયા છે જ્યારે 119 દર્દીઓનાં મોત નિપજ્યાં છે તો બીજી બાજુ રાજ્યમાં આજે 13,085 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે તો રાજ્યમાં કુલ 1,32,14,916 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા આંક 1 લાખ 46 હજાર 385

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસો, 775 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 1,45,610 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 8154 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

જો કે તમને જણાવી દઇએ કે, દેશમાં એક તરફ જ્યાં જીવલેણ કોરોના વાયરસનો કોહરામ મચ્યો છે, ત્યાં બીજી તરફ ઘાતક વાયરસ સહિત વધુ એક ખતરો સામે આવ્યો છે. ત્યારે બીજી તરફ ઘાતક વાયરસના દર્દીઓ સામે એક મોટો ખતરો આવ્યો છે. કોરોનાની સમયસર સારવાર ના મળવાથી કેટલાક દર્દીઓની આંખ પણ કાઢવી પડી છે. ઘાતક કોરોના વાયરસ થયા પછી દર્દીઓમાં મ્યૂકોરમાઈસિસનો ખતરો એટલો વધ્યો છે કે દર્દીઓના મોત પણ નિપજી રહ્યાં છે. સુરતમાં છેલ્લા 15 દિવસની અંદર આવા 40થી વધુ કેસો સામે આવી રહ્યા છે. જેમાંથી 8 દર્દીઓની આંખો કાઢી લેવી પડી હતી.

40થી વધું કેસો સામે આવી રહ્યા છે

દેશમાં જીવલેણ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. દર્દીઓને નાતો બેડ મળી રહ્યા છે ના તો ઓક્સિજન મળી રહ્યો છે, સ્વાસ્થ્ય સેવાઓ સંપૂર્ણ રીતે ધરાશયી થઈ ગઈ છે. જેના કારણે કોરોના દર્દીઓ હોસ્પિટલની બહાર જ મોતને ભેટી રહ્યા છે. આ વચ્ચે લોકોમાં એક નવી બિમારી સામે આવી છે. આ બિમારી એટલી ખતરનાક છે કે જો સમયસર સારવાર ના મળે તો દર્દીની આંખ પણ નિકાળવી પડે તેવી છે. અથવા તો તેની મોત થઈ જાય છે. આ નવી બિમારીનું નામ મ્યૂકોરમાઈસિસ તરીકે ઓળખાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!