GSTV
ટોપ સ્ટોરી

કોરોનાના સૌથી વધુ કેસોમાં અમદાવાદ ફરી ‘એપી સેન્ટર’ પુરવાર, રાજ્યમાં માત્ર એક જ દિવસમાં 60%નો ઉછાળો

ગુજરાતમાં નવા વેરિએન્ટની એન્ટ્રી અને કોરોના ભૂલાયો હોય તે બેદરકારી વચ્ચે ગુજરાતમાં કોરોના કેસ ઉછાળો માર્યો છે અને એક જ દિવસમાં કોરોના કેસાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં 152 દિવસ બાદ કોરોનાના નવા કેસ 60ના આંકડાને પાર થયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 61 નવા કેસ સામે આવ્યાં છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

corona ahmedabad

કોરોનાના સૌથી વધુ કેસમાં અમદાવાદ ફરી ‘એપી સેન્ટર’ પુરવાર

સોમવારે કોરોનાના ૩૮ કેસ નોંધાયા હતાં. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં ૬૦%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ કેસમાં અમદાવાદ ફરી ‘એપી સેન્ટર’ પુરવાર થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ૨૫-ગ્રામ્યમાં ૧ સાથે ૨૬ નવા કેસ સામે આવ્યાં હતાં.

કોરોના

રાજ્યમાં હાલ ૩૭૨ એક્ટિવ કેસ છે અને ૯ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૦ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૩૭૦ને પાર થયો છે. ૩૦ નવેમ્બરે રાજ્યમાં કોરોનાના ૨૭૫ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૭ દિવસમાં જ રાજ્યમાં એક્ટિવ કેસના પ્રમાણમાં ૩૫%નો વધારો નોંધાયો છે.

GSTV

READ ALSO :

Related posts

મેઘો અનારાધાર! હવામાન વિભાગની ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે

pratikshah

Assam Flood: આસામમાં પૂરથી વધુ પાંચના મોત, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

pratikshah

ખાસ વાત! એકનાથ શિંદે જૂથ નવી સરકાર સંદર્ભમાં રાજ્યપાલને મળે તેવી શક્યતાઓ, ફ્લોર ટેસ્ટ બાબતે કોઈ નિર્ણયની પણ સંભાવના

pratikshah
GSTV