GSTV
Gujarat Government Advertisement

ગુજરાતની સ્થિતિ અતિ ભયાવહ / આજ રોજ ફરી નવા કેસ પહોંચ્યા 13 હજારને પાર, મોતમાં પણ વધારો

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં સતત દિવસે ને દિવસે કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે હવે આંકડો છેક 13 હજારને પાર થઇ ગયો છે. રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ હવે વધારે વકરતી જાય છે. એવામાં આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા કેસનો આંક 13,105 આવ્યો છે જ્યારે 5,010 દર્દીઓ સાજા થયા છે તો આજે મોતની સંખ્યા 137 એ પહોંચી છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,55,875 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 78.41 થયો છે. તો રાજ્યમાં કુલ 1,08,59,073 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.

રાજ્યમાં હાલમાં કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે….

રાજ્યમાં આજ રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસ, તથા મૃત્યુ અને ડિસ્ચાર્જ તેમજ રસીકરણની સંખ્યા નીચે મુજબ છે….

તમને જણાવી દઇએ કે, હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક 92,084 થયો છે તો વેન્ટિલેટર પર 376 લોકો છે, જ્યારે 91,708 હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુઆંક 5877 એ પહોંચ્યો છે.

અમદાવાદની આસપાસના 11 ગામોમાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રામોલ-હાથીજણ વોર્ડમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ૧૧ થી વધુ ગામડાઓમાં બપોરના ૪ વાગ્યાથી સ્વૈચ્છિક લૉકડાઉન કરી દેવાનો નિર્ણય લેવાયો છે. બપોરે વિવેકાનંદનગર પોલીસના અધિકારીઓ, વેપારી આગેવાનો, કોર્પોરેટરો, સરપંચોની યોજાયેલી બેઠકમાં સર્વાનુંમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.જેને અમલ આગામી તા.૩૦ એપ્રિલ સુધી કરાશે.

વિવેકાનંદર નગર અને તેની આજુબાજુના ગામોમાં કોરોના સંક્રમણ તેની ચરમ સીમાએ છે. આ સંક્રમણથી લોકો બચે અને તેમની તેમજ તેમના પરિવારના જીવનની રક્ષા થાય તે માટે પોલીસ, વેપારીઓ સહિતના આગેવાનો આગળ આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari

સાવધાન/ પરિણીત પ્રેમિકાને મળવા ગયો અને પતિ આવી ગયો, પ્રેમીએ એવું કર્યું કે ભગવાનના ઘરે પહોંચી ગયો

Bansari

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!