GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કોરોના બ્લાસ્ટ / આજ રોજ વધુ નવા કેસ 11 હજારને પાર અને 117ના મોત, સુરતીઓ ચેતજો

ગુજરાત

Last Updated on April 19, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં આજ રોજ રાજ્યમાં કોરોનાના નવા 11 હજાર 403 કેસો નોંધાયા છે. જેને સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આજ રોજ નવા 117 લોકોના મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 4258, સુરતમાં 2363, રાજકોટમાં 761 અને વડોદરામાં 615 નવા કેસો નોંધાયા છે.

કુલ 5494 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 117 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 30, રાજકોટમાં 10 અને વડોદરામાં 11 દર્દીઓ સહિત આજ રોજ નવા 117 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5494 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

May be an image of text

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68 હજાર 754એ પહોંચી

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4179 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 41 હજાર 724 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 68 હજાર 754 એ પહોંચી છે. જ્યારે 341 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 68 હજાર 413 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

જાણો ક્યાં કેટલાં કેસ, ડિસ્ચાર્જ અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

જેલમાં દરેક કેદીઓના કોરોના ટેસ્ટ કરવા આદેશ

ત્યારે તાજેતરમાં જ રાજ્યની સૌથી મોટી જેલ એટલે કે સાબરમતી જેલમાં પણ કોરોના વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યાં છે. સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. કુલ 55 કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેલમાં દરેક કેદીઓના કોરોના ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ગત વર્ષમાં કુલ 1 હજાર 230 મૃતદેહો આવ્યાં હતાં

ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓના મોતને કારણે સ્મશાનમાં મૃતદેહોની અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં એકસાથે 4 મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી. આ દરમ્યાન અન્ય 8 મૃતદેહો વેઇટિંગમાં જોવા મળ્યાં હતાં. ગાંધીનગરના સ્મશાનમાં ચાલુ મહિનામાં જ 420 મૃતદેહોના કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. જ્યારે કે ગત વર્ષમાં કુલ 1 હજાર 230 મૃતદેહો આવ્યાં હતાં. ગાંધીનગરમાં અંતિમ વિધિ માટે અમદાવાદ, માણસા અને હિંમતનગર તેમજ કલોલથી પણ મૃતદેહો આવી રહ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!