GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કોરોનાની બ્રેક ફેલ : આજ રોજ વધુ નવા કેસનો આંક પહોંચ્યો 9 હજારને નજીક, સ્મશાનગૃહોમાં મૃતદેહોની લાઇન

Last Updated on April 16, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં એક વાર ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે. ત્યારે રાજ્યમાં રોજબરોજ સતત નવા કેસોના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. એવામાં ગત રોજ કોરોનાના નવા આંકડાઓ 8000 ને પાર થઇ ગયા હતાં તો બીજી બાજુ કાળમુખા કોરોનાથી 5 હજારથી વધુ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં છે. એવામાં રાજ્યમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 8920 કેસો નોંધાયા છે. જ્યારે આજ રોજ વધુ 94 લોકોના મોત નિપજ્યાં છે.

કોરોના

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 2898, સુરતમાં 1920, રાજકોટમાં 759 અને વડોદરામાં 600 કેસો નોંધાયા છે.

હોસ્પિટલોના તબીબો પણ હવે લોકડાઉનની માંગ કરી રહ્યાં છે તો ક્યાંક ક્યાંક સ્વૈચ્છિક લોકડાઉન પણ લાદવાનું ચાલુ કરી દેવાયું છે. રાજ્યમાં પરિસ્થિતિ એટલી કથળી ગઇ છે કે, ક્યાંક હોસ્પિટલોના બેડ ફુલ થઇ રહ્યાં છે, તો ક્યાંક ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે તો ક્યાંક એમ્બ્યુલન્સની લાઇનો લાગી રહી છે.

કુલ 5170 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 94 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 24, રાજકોટમાં 8 અને વડોદરામાં 8 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5170 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 49 હજારએ પહોંચી

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3387 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 29 હજાર 781 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 49 હજાર 737 એ પહોંચી છે. જ્યારે 283 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 49,454 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

જાણો ક્યાં કેટલાં કેસ, ડિસ્ચાર્જ અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

હાલમાં રાજ્યમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલોની બહાર જે લાઈનો લાગી રહી છે તેને જોતા લોકોને એક જ વિનંતી છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે અને રસીકરણ અપનાવે, ભીડભાડમાં જવાનું ટાળે તેમજ કામ વગર ઘરની બહાર જવાનું પણ ટાળો. નાના બાળકોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

અમદાવાદની સિવિલમાં ICU બેડ ફૂલ

અમદાવાદની સિવિલમાં ICU બેડ ફૂલ થઇ ગયા છે. બીજી તરફ ઓક્સિજનની માંગમાં પણ 3 ગણો વધારો થયો છે. તો બીજી બાજુ સુરત સિવિલ અને સ્મીમેરમાં કોરોના પોઝિટિવ તેમજ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા એક હજાર 649 થઈ ગઇ છે. બંને હોસ્પિટલમાં કુલ 1,413 દર્દીઓની હાલત ગંભીર છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિવિલમાં ટોકન આપવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા સ્વજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સવારથી જ 200 લોકો લાઇનમાં હતાં છતાં રેમડેસિવિર ન મળતા હોબાળો

પાલનપુર સિવિલમાં રેમડેસિવિરને લઈને હોબાળો થયો છે. સવારથી જ 200 લોકો લાઇનમાં ઊભેલા હતાં. જો કે સિવિલ સત્તાવાળાઓએ એમ કહ્યું હતું કે, ‘ઇન્જેક્શન નથી.’

corona death

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત છે. ડેડબોડી રૂમની બહાર પાર્થિવ દેહને લેવા સ્વજનો ઉમટી પડ્યાં છે. અંદાજે 100થી વધુ લોકો મૃતદેહો લેવા પહોંચ્યાં છે. સવારના છ વાગ્યે નિધન થયું હોવા છતાં 10 વાગ્યા સુધી મૃતદેહ આપવામાં આવતો નથી અને મૃતદેહોમાં લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. તો રાજકોટમાં પણ કોરોનાએ હાહાકાર મચાવતા સ્મશાન ગૃહોમાં અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. શહેરના 80 ફૂટ સ્મશાનમાં એક સાથે 8 મૃતદેહો કતારમાં જોવા મળ્યાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!