GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો રાફડો ફાટ્યો / રાજ્યમાં આજે નોંધાયા રેકોર્ડબ્રેક કેસ, નવો આંક 8 હજારને પાર તો મોતનો આંકડો પણ વધ્યો

કોરોના

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં આજ રોજ ફરી કોરોનાના નવા 8152 કેસ નોંધાતા તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ એટલી ગંભીર બનતી જાય છે કે, હોસ્પિટલોના બેડ પણ ફુલ થઇ રહ્યાં છે, તો ક્યાંક ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે તો ક્યાંક એમ્બ્યુલન્સની લાઇનો લાગી રહી છે.

કોરોના

બીજી બાજુ સ્મશાન ગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી રહી છે. એવામાં કોરોનાથી આજે વધુ 81 લોકોના મોત નિપજ્યાં છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 2672, સુરતમાં 1864, રાજકોટમાં 762 અને વડોદરામાં 486 કેસો નોંધાતા હોસ્પિટલોના તબીબો પણ ચિંતામાં મૂકાઇ ગયા છે.

કુલ 5076 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 81 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 27, સુરતમાં 25, રાજકોટમાં 8 અને વડોદરામાં 6 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5076 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ 267 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3023 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 26 હજાર 394 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 44 હજાર 298 એ પહોંચી છે. જ્યારે 267 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 44,031દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

જાણો ક્યાં કેટલાં કેસ, ડિસ્ચાર્જ અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

અમદાવાદની તમામ સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલની પરિસ્થિતિ

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટેના બેડ અને વેન્ટિલેટર ફૂલ થઇ ગયા છે. સોલા સિવિલમાંથી ઑક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રવાના કરવામાં આવી રહ્યાં છે. સોલા સિવિલમાં 50 વેન્ટિલેટર અને 250 ઓક્સિજન બેડ જ છે. અમદાવાદની તમામ સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલની પરિસ્થિતિ સર્જાઇ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Pravin Makwana

આજે નર્સિંગ ડે : કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને બીજુ ઘર બનાવ્યું, હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી

Bansari

માળો પીંખાયો : ગોંડલમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપટે, ત્રણનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!