ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો હવે ધીરે-ધીરે અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે અને રિકવરી રેટ પણ ધીરે-ધીરે વધી ગયો છે. પરંતુ સામે એક ખરાબ સમાચાર એ પણ છે કે, રાજ્યમાં હાલમાં કુલ મોતનો આંક 10 હજારને પાર થઇ ગયો છે. જે એક ચિંતાજનક બાબત પણ છે. જો કે, આજના દિવસની વાત કરીએ તો આજ માત્ર 6 લોકોનાં જ મોત નિપજ્યાં છે.

ગુજરાતમાં સતત કોરોનાના કેસો 500 થી પણ નીચે જઇ રહ્યાં છે. એવામાં આજ રોજ કોરોનાનાં નવા 405 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 6 દર્દીના મોત નીપજ્યા છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 1106 દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.62 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,003 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 93 હજાર 131 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલમાં 9 હજાર 542 એક્ટિવ કેસો
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 9 હજાર 542 એક્ટિવ કેસો, 223દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 9 હજાર 319 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 10,003 એ પહોંચી છે.
જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો