GSTV

રાજ્યમાં Corona વાયરસનાં 1381 પોઝિટિવ દર્દીઓ સાથે 11નાં મોત, 1383 લોકો થયા સાજા

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1381 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1383 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3442 પર પહોંચી ગયો છે. તો હાલમાં 89 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 115859 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 43 લાખ 56 હજાર 062 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,92,481 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,92,050 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 431 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા- 1381
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 136004
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ –  11
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1383
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 115859
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16716

રાજકોટમાં Coronaનાં 8 દર્દીઓનાં મોત

રાજકોટમાં Coronaનો કેર યથાવત છે. ત્યારે વધુ  આઠ દર્દીઓના Coronaથી મોત થયા. ગઈ કાલે 17 દર્દીઓના મોત થયા હતા.  ત્યારે વધુ આઠના Coronaથી મોત થયા.. રાજકોટમાં Coronaની મહામારીના કારણે તંત્રની કામગીરી અંગે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

સુરતમાં Coronaનો ઉથલો

સુરત સહિત જિલ્લામાં Coronaએ ફરી માથું ઊંચકતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. સુરત શહેર સહિત જિલ્લામાં પ્રતિદિવસ આશરે 300 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે.ત્યારે શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલ ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા. એક અઠવાડિયા દરમ્યાન રિંગ રોડના લીંબાયત ઝોન અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ માર્કેટમાં કુલ 9હજાર 134 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા.

જેમાંથી 195 જેટલા લોકો સંક્રમિત મળી આવ્યા. જે તમામને હોમ આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે હીરા ઉદ્યોગના 200થી વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરાતા 28 જેટલા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.જેના લીધે પાલિકાની ચિંતામાં વધારો થયો હતો જેથી રેપીડ ટેસ્ટની કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે નહિ પરંતુ માત્ર પૈસાદારો માટે જ છે, જોઈ લો આ આંકડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!