GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં આજ રોજ ફરી કોરોનાના કેસોમાં વધારો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત રોજ કોરોનાના 10 હજાર 990 કેસ નોંધાયા હતાં તો આજે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ વધીને 11,017 કેસ સામે આવ્યાં છે તો 15,264 દર્દીઓ સાજા થયા છે કે જેઓને રજા આપવામાં આવી છે. જ્યારે 102 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેમાંથી અમદાવાદમાં 17, સુરતમાં 14, વડોદરામાં 9 અને રાજકોટમાં 8 દર્દીઓના મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,78,397 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે તો રાજ્યમાં આજ રોજ કુલ 1,87,724 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા આંક 1 લાખ 27 હજાર 483

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 1 લાખ 27 હજાર 483 એક્ટિવ કેસો, 804 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 1,26,679 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 8731 એ પહોંચી છે.

જાણો ક્યાં કેટલાં કેસ, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને સવારથી જ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે લાંબી લાઈન જોવા મળે છે. અમદાવાદના નિકોલ, ડ્રાઈવ ઈન સિનેમા અને સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને સવારથી 400થી વધુ કારની લાંબી લાઈન જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!