GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોરોના બેલગામ / આજ રોજ વધુ રેકોર્ડબ્રેક કેસ નોંધાતા નવો આંક 6 હજારને પાર, અમદાવાદ-સુરતની સ્થિતિ ભયાનક

ગુજરાતમાં કોરોનાના વધુ નવા કેસના આંકડા 6 હજારને પાર પહોંચી ગયા છે. દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જ જઇ રહ્યો છે. ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 6,021 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોનાથી આજે વધુ 55 લોકોના મોત નિપજ્યાં છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 1933, સુરતમાં 1469, રાજકોટમાં 576 અને વડોદરામાં 381 કેસો નોંધાતા તંત્ર ચિંતામાં વ્યાપી ગયું છે.

કેસ

કુલ 4855 દર્દીઓના મોત નિપજ્યાં

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 55 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 18, વડોદરામાં 7 અને રાજકોટમાં 4 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 4855 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ 216 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2854 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 17 હજાર 981 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 30 હજાર 680 એ પહોંચી છે. જ્યારે 216 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 30 હજાર 464 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

જાણો ક્યાં કેટલાં કેસ, ડિસ્ચાર્જ અને કેટલાં લોકોનું થયું રસીકરણ?

ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારનો ઉધડો લીધો

ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે દરરોજ કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો દાખલ કર્યો હતો. હાઈકોર્ટે રૂપાણી સરકારને આડેહાથે લીધી હતી. આ ઉપરાંત મહત્વના આદેશ પણ હાઈકોર્ટે આપ્યા છે. લગ્ન અને અંતિમ વિધિ સિવાય તમામ મેળાવડા પર રોક લગાવવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઇની નોકરી પર જોખમ ન આવે તે રીતે નિર્ણય લો. તમામ પ્રકારના જાહેર મેળાવડા બંધ કરવામાં આવે. ઑફિસ સ્ટાફ ઘટાડવાનું પણ હાઇકોર્ટનું સૂચન છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું સૂચન :

 • પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવીર ઉપલબ્ધ નહીં થાય? ઝાયડસ હોસ્પિટલની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.
 • ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર,
 • અન્ય રાજ્યમાં શુ થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી.
 • અમને ગુજરાતથી મતલબ છે.
 • આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ થઈ જાય છે.
 • જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.
 • હાઈકોર્ટની સરકારી વકીલને ટકોર :
 • “કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”
 • “ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.”
 • “આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?”
 • “ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે”
 • “VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?”

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મહત્વની ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, કોરોનાની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું કે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સરકાર દ્વારા કહેવામાં આવે છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસીની વધુ અસર નથી. આ સાથે જ હાઇકોર્ટે ટેસ્ટિંગની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારના ફરી એક વખત દ્રશ્યો સામે આવ્યાં છે. એક સાથે 15થી 20 જેટલી 108 એમ્બ્યુલન્સ કતારોમાં જોવા મળી હતી. સરકારી હોસ્પિટલમાં જગ્યા જ નથી. સિવિલ હોસ્પિટલમાં ફક્ત 10 ટકા બેડ જ ખાલી છે.

READ ALSO :

Related posts

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan

મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ

Karan

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel
GSTV