GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ગુજરાતને જુલાઇ ભારે પડ્યો: એક મહિનામાં 28,000થી વધુ કેસ, અમદાવાદ નહીં આ શહેરમાં સૌથી વધુ સંક્રમિત

કોરોના

ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1153 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 23 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 61438 થયો છે. જેમાં માત્ર જુલાઇ માસમાં જ 28795 કેસ નોંધાયા છે. આમ, ગુજરાતમાં નોંધાયેલા કુલ પૈકીના 47%થી કેસ માત્ર જુલાઇમાં જ નોંધાયેલા છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસનો આંક 14 હજારને પાર થઇને 14090 થયો છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે.

જુલાઇ માસમાં અમદાવાદ કરતાં સુરતમાં કેસ અને મૃત્યુ વધુ નોંધાયા હતા. અમદાવાદમાં 5604 કેસ-156 મૃત્યુ, સુરતમાં 8240 કેસ-253ના મૃત્યુ થયા હતા. ગુજરાતમાંથી છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં 219-ગ્રામ્યમાં 65 એમ કુલ 284 નવા કેસ નોંધાયા હતા.

આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 13069 થયો છે. સુરતમાં જૂન માસના અંત સુધી કોરોનાના કુલ કેસ 4829 હતા. આમ, જુલાઇ માસમાં સુરતમાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો થયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 140-ગ્રામ્યમાં 36 એમ કુલ 176 સાથે કોરોનાના કુલ કેસ હવે 26517 થયો છે.

કયા જિલ્લામાં વધારે કેસ ?

જિલ્લોકુલ કેસજુલાઇમાં
  કુલ કેસ
અમદાવાદ265175604
સુરત130698240
વડોદરા46522385
રાજકોટ18041535
ગાંધીનગર1483829
ભાવનગર13801119
ભરૂચ877649
જુનાગઢ869768
સુરેન્દ્રનગર776634
જામનગર723507
બનાસકાંઠા718540
વલસાડ644494
પાટણ597391
ખેડા585423
દાહોદ568395
નવસારી551454
કચ્છ526364

(*કુલ કેસ 500થી વધુ હોય તેવા જિલ્લાઓ.)

ગુજરાતમાં કયા મહિનામાં કોરોનાના કેટલા કેસ- કેટલા મૃત્યુ?

મહિનોકેસમૃત્યુ
માર્ચ7406
એપ્રિલ4321208
મે12399824
જૂન15849810
જુલાઇ28795593
કુલ614382441

ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં 80-ગ્રામ્યમાં 14 એમ કુલ 94, રાજકોટ શહેરમાં 48-ગ્રામ્યમાં 31 એમ કુલ 79, ભાવનગર શહેરમાં 24-ગ્રામ્યમાં 23 એમ કુલ 47, જામનગર શહેરમાં 33-ગ્રામ્યમાં 9 એમ કુલ 42, ગાંધીનગર શહેરમાં 15-ગ્રામ્યમાં 25 એમ કુલ 40, જુનાગઢ શહેરમાં 13-ગ્રામ્યમાં 7 એમ કુલ 20 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય મહેસાણામાં 40, સુરેન્દ્રનગરમાં 36, મોરબીમાં 29, અમરેલી-વલસાડમાં 26, ભરૂચ-પંચમહાલમાં 21, કચ્છમાં 20 નવા કેસ સામે આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 11, અમદાવાદમાંથી 4, રાજકોટ-વડોદરામાંથી 2-2, જુનાગઢ-ખેડા-મહેસાણા-વડોદરામાંથી 1-1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1597, સુરતમાં 411, વડોદરામાં 77 છે. છેલ્લા 24 કલાકમાં 833 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે.

જેની સાથે જ ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 44907 છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 189, અમદાવાદમાંથી 112, વડોદરામાંથી 85, ભાવનગરમાંથી 45, રાજકોટમાંથી 15 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 26704 સાથે કુલ ટેસ્ટનો આંક હવે 7,64,777 થયો છે. ગુજરાતમાં જૂન માસ સુધી 3.73 લાખ ટેસ્ટ થયા હતા.

Read Also

Related posts

સુપ્રીમ કોર્ટનો નિર્ણય પિતાની સંપત્તિ પર પુત્રીનો સમાન અધિકાર, અમદાવાદમાં 208 વર્ષ પહેલા હતો આ કાયદો

Nilesh Jethva

વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મગરો આવ્યા રસ્તા પર, લોકોમાં ફફડાટ

Nilesh Jethva

સ્વતંત્રતા દિવસ: રાજધાની દિલ્હી ફેરવાયું અભેદ્ય કિલ્લામાં, લાલ કિલ્લામાં ચકલુ પણ ફરકી શકશે નહીં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!