GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ગુજરાતને જુલાઇ ભારે પડી રહ્યો છે: 3 જ દિવસમાં 2000થી વધુ કેસ, દર કલાકે આટલા લોકો થઇ રહ્યાં છે સંક્રમિત

Corona

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે નવો રેકોર્ડ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લામાંથી અત્યારસુધીના સૌથી વધુ ૬૮૭ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા સતત ૭ દિવસથી કોરોનાના ૬૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જુલાઇ મહિનાના ૩ દિવસમાં જ ૨૦૪૩ કેસ નોંધાયેલા છે.

આમ, જુલાઇમાં પ્રતિ કલાકે સરેરાશ ૨૮ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૪૬૮૬ થઇ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાં એકસમાન ૨૦૪ કેસ નોંધાયેલા છે.

જાણો કયા જિલ્લામાં નોંધાયા કેટલા કેસ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમરેલી-છોટા ઉદેપુર-ડાંગ સિવાય અન્ય તમામ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાંથી ૧૯૫-ગ્રામ્યમાંથી ૯ એમ ૨૦૪ કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૨૧૫૪૩ થઇ ગયો છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ ૩૬૯૨ છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે સુરત શહેરમાં ૧૯૦-ગ્રામ્યમાં ૧૪ સાથે અત્યારસુધીના કુલ કેસનો આંક ૫૪૬૧ થયો છે.

Corona

સુરતમાં સતત પ્રથમવાર સતત ત્રીજા દિવસે ૨૦૦થી વધારે કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા ૧૫૮૩ છે. રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધારે કેસ નોંધાયા તેમાં ૬૨ સાથે વડોદરા, ૨૬ સાથે જુનાગઢ, ૨૧ સાથે ભાવનગર, ૧૬ સાથે ગાંધીનગર, ૧૪-૧૪ સાથે ખેડા-સુરેન્દ્રનગર૧૩-૧૩ સાથે પંચમહાલ- ભરૃચ-ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગુજરાતના ૯ જિલ્લામાં હાલ ૧૦૦થી વધારે એક્ટિવ કેસ છે. આ ઉપરાંત અમરેલી-ગીર સોમનાથ-નર્મદા-દાહોદ-છોટા ઉદેપુર-મોરબી-દેવભૂમિ દ્વારકા-પોરબંદર-તાપી-ડાંગ જ માત્ર એવા જિલ્લા છે જ્યાં કોરોનાના કુલ કેસ ૧૦૦થી ઓછા છે.

Corona

24 કલાકમાં થયા આટલા મોત

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૦-સુરતમાંથી ૫- ખેડામાંથી ૨, પંચમહાલમાંથી ૧ એમ કુલ ૧૮ના મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે ૧૯૦૫ છે. બીજી તરફ અમદાવાદમાં ૧૪૬૬, સુરતમાં ૧૭૨, વડોદરામાં ૪૯ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. ગુજરાતમાં હાલ ૭૮૩૯ એક્ટિવ કેસમાંથી ૬૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૭૭૭૮ સ્ટેબલ છ. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૪૦ સાથે ડિસ્ચાર્જ થનારા કુલ દર્દીઓની સંખ્યા હવે ૨૪૯૪૧ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૦૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૩,૯૫,૮૭૩ થઇ ગયો છે.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

મહેસાણામાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાના આરોપીને ATS એ દિલ્હીથી ઝડપી પાડ્યો

Nilesh Jethva

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!