GSTV

ગુજરાતમાં કોરોનાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ: 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ, ડરાવનારો છે આંકડો

કોરોના

ગુજરાત રાજ્યમાં આજે શુક્રવારે કોરોનાના વધુ ૧,૪૪૨ કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસ દર્શાવે છે.જેમાં સુરતમાં સૌથી વધુ ૩૦૦ કેસ ,અમદાવાદમાં ૧૮૨ , વડોદરામાં ૧૩૪, રાજકોટમાં ૧૪૮, જામનગરમાં ૧૧૪ કેસ નોંધાયા હતા. દુખદ ગણાય તેમ આજે અમદાવાદ શહેરમાં ૩, રાજકોટ શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૨, બનાસકાંઠા , ગાંધીનગર, સુરત, સુરત કોર્પોરેશન અને વડોદરા ગ્રામ્યમાં૧-૧ મળીને કુલ ૧૨ દર્દીઓના કોરોનામાં મોત નિપજ્યા હતા.

ગુજરાતમાં સ્થિતિ વિકટ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલની સ્થિતિએ રાજ્યમાં ૧૬,૫૦૫ એક્ટીવ કેસ છે. જેમાંથી ૯૨ લોકો વેન્ટિલેટરના સહારે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. રાજ્યભરમાં કોરોના સંક્રમીત કુલ દર્દીઓનો આંકડો ૧,૩૦,૩૯૧ એ પહોંચી ગયો છે. જેમાંથી ૧,૧૦,૪૯૦ લોકો સાજા થઇ ગયા છે.

આજે શુક્રવારે ૧,૨૭૯ લોકો સાજા થયા હતા.રાજ્યમાં રિકવરી રેટ ૮૪.૭૪ ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૩૯૬ લોકોના મોત કોરોનાના કારણે થઇ ચૂક્યા છે. રાજ્ય સરકારના દાવા મુજબ શુક્રવારે કુલ ૬૧,૯૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા .

અમદાવાદ-સુરત સૌથી વધુ અસરગ્રસ્ત

હાલમાં કુલ ૫,૯૯,૨૫૨ લોકો ‘હોમ કવાર્ન્ટાઇન’માં છે. જ્યારે ૩૮૭ લોકોને ફેસીલીટી કર્વારન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. જ્યાં શહેરમાં આજે ૧૬૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૨ નવા કેસ નોંધાયા હતા કુલ કેસનો આંકડો ૩૫,૮૫૪ થઇ ગયો છે જેમાંથી ૧,૭૯૭ લોકોના મોત નિપજી ચૂક્યા છે.

સુરત શહેરમાં નવા ૧૮૪ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૬ કેસ નોંધાયા હતા.સુરતમાં સંક્રમણનો કુલ આંકડો ૨૭,૬૯૨ થયો છે. જેમાંથી ૭૪૭ લોકોનો ભોગ કોરોનામાં લેવાઇ ગયો છે.

ત્રીજા ક્રમે વડોદરા અસરગ્રસ્ત છે જ્યાં આજે શહેરમાં ૯૪ અને ગ્રામ્યમાં ૪૦ નવા કેસ નોંધાયા હતા.વડોદરામાં કુલ સંક્રમણનો આંકડો ૧૧,૪૧૪ થયો છે.જેમાંથી ૧૭૪ લોકોના મોત થઇ ચૂક્યા છે. રંગીલા રાજકોટમાં આજે શહેરમાં ૧૧૧ અને ગ્રામ્યમાં ૩૭ કેસ કોરોનાના નોંધાયા હતા. આ સાથે રાજકોટમાં કુલ સંક્રમણનો આંકડો ૮,૪૬૫ એ પહોંચી ગયો છે. જેમાંથી ૧૩૪ કોરોનાના દર્દીના મોત થઇ ગયા છે. જામનગર શહેરમાં ૧૦૨ કેસ અને ગ્રામ્યમાં ૧૨ કેસ નોંધાયા હતા. આ સાથે જામનગરમાં કુલ કેસની સંખ્યા ૫,૬૦૨ થઇ ગઇ છે. જ્યાં અત્યાર સુધીમાં ૩૪ લોકોના મોત નિપજી ચૂક્યા છે.

Read Also

Related posts

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratik shah

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

માલદીવથી રવાના થયું સી પ્લેન સોમવારે પહોંચશે ગુજરાત, પીએમ મોદી સૌ પ્રથમ ઉડાન ભરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!