GSTV
Gujarat Government Advertisement

કોરોના/ ગુજરાતમાં વધુ 1191 કેસ, સતત ત્રીજા દિવસે 11ના મોત, અમદાવાદમાં કુલ કેસનો આંક 40 હજારની નજીક

કોરોના

Last Updated on October 17, 2020 by Bansari

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1191 નવા કેસ નોંધાયા છે. જેની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,57,474 થઇ ગયો છે. ગુજરાતમાં હાલ 14705 એક્ટિવ કેસ છે અને 92 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી 11 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે 3620 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1279 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ વધીને 88.36% થયો છે.

સુરતમાં સૌથી વધુ 268 કેસ, અમદાવાદમાં કુલ કેસનો આંક 40 હજારની નજીક

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 178-ગ્રામ્યમાં 90 સાથે 268 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં 11 ઓક્ટોબર બાદ પ્રથમવાર 260થી વધુ દૈનિક કેસ નોંધાયા છે અને કુલ કેસનો આંક હવે 33,450 છે. અમદાવાદ શહેરમાં 175-ગ્રામ્યમાં 14 એમ 189 સાથે કુલ કેસનો આંક 39844 છે. આમ, અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 40 હજારની નજીક છે.

વડોદરા શહેરમાં 83-ગ્રામ્યમાં 42 સાથે 125, રાજકોટ શહેરમાં 78-ગ્રામ્યમાં 33 સાથે વધુ 111, જામનગર શહેરમાં 51-ગ્રામ્યમાં 23 સાથે વધુ 74 નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 47 સાથે ગાંધીનગર, 37 સાથે મહેસાણા, 28 સાથે જુનાગઢ, 27 સાથે પાટણ,25 સાથે અમરેલી, 23 સાથે કચ્છ, 22 સાથે પંચમહાલ, 21 સાથે બનાસકાંઠાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃત્યુઆંક 11 પર સ્થિર રહ્યો છે.

જાણો અન્ય જિલ્લાઓના હાલ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરતમાંથી 3, બનાસકાંઠા-ગાંધીનગર-પંચમહાલ-રાજકોટ-વડોદરામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1866, સુરતમાં 815, વડોદરામાં 202, રાજકોટમાં 152, ગાંધીનગરમાં 86 અને ભાવનગરમાં 67 છે.

ગુજરાતમાંથી ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાથી ઓછામાં ઓછું એક મૃત્યુ નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 303, અમદાવાદમાંથી 177, રાજકોટમાંથી 112, વડોદરામાંથી 94, જામનગરમાંથી 82 દર્દીઆ કોરોનાથી સાજા થયા છે. ગુજરાતમાં હાલ 5,51,411 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 52657 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 52,69,542 થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ICMRના હેડની ચેતવણી/ આ જિલ્લાઓમાં 6થી 8 સપ્તાહનું લોકડાઉન નહીં અપાય તો કોરોના બેકાબૂ બનશે, દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકા

Harshad Patel

ફફડાટ/ કોરોનાની બીજી લહેરની ચેન તોડવા મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાયું, આ તારીખ સુધી માત્ર મળશે આ છૂટછાટ

pratik shah

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!