GSTV

ગુજરાતમાં કોરોનાની સુપરસ્પીડ: બહાર નીળતાં સો વાર વિચારજો, 33 જ દિવસમાં નોંધાયા 20,000 નવા કેસ

કોરોના

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૦ હજારને પાર થઇ ગયો છે. આ ૪૦ હજાર પૈકી અડધોઅડધ કેસ માત્ર છેલ્લા ૩૩ દિવસમાં જ નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો અને તેના ૨૯ દિવસ બાદ ૧ હજાર કેસ પૂરા થયા હતા. ગુજરાતને ૧ હજારથી ૧૦ હજાર કેસ સુધી પહોંચવામાં ૨૯ દિવસનો સમય થયો હતો. ૧૦ હજારથી ૨૦ હજાર કેસ સુધી પહોંચવામાં ૨૨ દિવસ થયા હતા.

કોરોના

આમ, પ્રથમ ૨૦ હજાર કેસમાં ૩૩ દિવસ થયા હતા. જોકે, છેલ્લા ૨૦ હજાર કેસ તો માત્ર ૩૩ દિવસમાં જ નોંધાયા છે. આ ઉપરથી જ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કેટલી ગંભીર થઇ રહી છે તેનો અંદાજ મળી શકે છે.મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત દેશનું એવું ચોથું રાજ્ય છે જ્યાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.

ગુજરાતમાં ક્યારે કેટલા કેસ?

કેસ તારીખ સમયગાળો

૦૧ ૧૯ માર્ચ —

૧,૦૦૦ ૧૭ એપ્રિલ ૨૯ દિવસ

૫,૦૦૦ ૨ મે ૧૫ દિવસ

૧૦,૦૦૦ ૧૬ મે ૧૪ દિવસ

૧૫,૦૦૦ ૨૭ મે ૧૧ દિવસ

૨૦,૦૦૦ ૭ જૂન ૧૪ દિવસ

૨૫,૦૦૦ ૧૮ જૂન ૧૧ દિવસ

૩૦,૦૦૦ ૨૬ જૂન ૦૮ દિવસ

૩૫,૦૦૦ ૪ જુલાઇ 0૮ દિવસ

૪૦,૦૦૦ ૧૦ જુલાઇ 0૬ દિવસ

કોરોના

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ કૂદકેને ભૂસકે નવી સપાટી વટાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 875 કેસ નોંધાયા છે. આ સાથે જ સતત 10મા દિવસે કોરોનાના સર્વોચ્ચ દૈનિક કેસનો વિક્રમ તૂટયો છે.ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 40,155 છે અને તેમાથી એક્ટિવ કેસ 9948 છે. આમ, એક્ટિવ કેસનો આંક હવે પ્રથમવાર 10 હજારને આરે છે. ગુજરાતમાં માત્ર જુલાઇના 10 દિવસમાં જ 7512 કેસ નોંધાઇ ચૂક્યા છે.

અમદાવાદ કરતાં સુરતનો દૈનિક કેસનો આંક વધુ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 29 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જેમાં ફરી એક વખત અમદાવાદ કરતાં સુરતમાં દૈનિક કેસનો આંક વધારે રહ્યો હતો. સુરત શહેરમાંથી 202-સુરત ગ્રામ્યમાંથી 67 એમ કુલ 269 નવા કેસ નોંધાયા હતા.

આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 7307 થઇ ગયો છે. આ પૈકી 2595 એક્ટિવ કેસ છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 153-અમદાવાદ ગ્રામ્યમાં 12 એમ કુલ 165 સાથે કોરોનાના કુલ કેસનો આંક 22745 થયો છે.

Read Also

Related posts

આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે આર્થિક મદદ, સર ધરાવનાર ઉમેદવારને મળશે ટ્રેનિંગ

Ankita Trada

બેંકો પણ કંઈ કમ નથી/ અલગ અલગ બેંકોએ RBIને લગાવ્યો ચૂનો, 1 કરોડથી વધુ નકલી નોટો જમા કરાવી

Pravin Makwana

કાપડ વેપારીઓના માનસિક ત્રાસથી કંટાળી જમીન દલાલે ઊંઘની ગોળીઓ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!