GSTV

ગુજરાતમાં શનિવારે 1101 પોઝિટિવ દર્દીઓ સાથે કોરોના કેસનો આંકડો 70 હજારની નજીક, 23નાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1101 કેસ નોંધાયા છે. તો આજે કુલ 23 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10..અમદાવાદમાં પાંચ, જૂનાગઢ, કચ્છ અને વડોદરામાં 2-2 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2629 થઇ ચૂક્યો છે…તો હાલમાં 82 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1135 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 52 હજાર 827 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 226,અમદાવાદમાં 158 કેસ, વડોદરામાં 113 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે..આજે સમગ્ર ગુજરાતમાં કુલ 26 હજાર 272 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 9 લાખ 56 હજાર 645 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1101
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 69,986
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 23
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1135
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 52,827
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14530

કોરોનાને કારણે ડુમસ બીચ પર મૂક્યો પ્રતિબંધ

સુરતમાં ડુમસ બીચ પર શનિ રવિ અને જાહેરરજાના દિવસે લોકોની અવર જવર પર પ્રતિંબંધ મુકી દેવામાં આવ્યો છે. વકરતા જતા કોરોનાના સંક્રમણને કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણકે રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો ડુમસ બીચ પર આવતા હોય છે. જેથી સંક્રમણનો ભય અહીયા વધી શકે છે.

જૂનાગઢમાં આરોગ્ય તંત્રની બેદરકારી

જૂનાગઢમાં વધુ એકવાર આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે જેમાં કોરોના ના ભોગ બનેલા ૮૮ વર્ષના વૃદ્ધ મહિલાને કોરોના ની ત્રણ દિવસ ની  સારવાર બાદ પોતાના ઘર પાસે છોડી કોઈપણ જાતની જાણ કર્યા વગર રેઢા મૂકીને ચાલ્યા ગયા હોવાના આક્ષેપ થતા આરોગ્ય તંત્ર સામે અનેક સવાલો થયા છે.

READ ALSO

Related posts

ડીસા : ભારે વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા, બે મહિના બાદ પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની બે સીઝન ફેલ

Nilesh Jethva

સૌથી વધુ વરસાદ છતા પણ કચ્છમાં ટેન્કર રાજ, ભુજમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

Nilesh Jethva

ઊંઝા એપીએમસી સેસ કૌભાંડ મામલે તપાસ કરી રહેલી ટીમના હાથ આટલા દિવસ બાદ પણ ખાલી, સૌમિલ પટેલને બે નોટીસ ફટકારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!