GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

Coronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી, 16 દર્દીનાં મોત

ગુજરાતમાં Coronaના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. જેમાં આજે પણ ગુજરાતમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેવા 783 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 16 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 5, રાજકોટમાં 3 જ્યારે અમરેલી, જામનગર અને મોરબીમાં 1-1 મોત થયા છે. તો ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1995 થઇ ગયો છે. તો હાલમાં 67 લોકોને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો આજે કુલ 569 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. જેથી ગુજરાતમાં આજદિન સુધીમાં ડિસ્ચાર્જ થયેલા કુલ લોકોનો આંક 27313 થયો છે. તો હજુ પણ ગુજરાતમાં કુલ 9111 એક્ટીવ પેશન્ટ છે. તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધી 4 લાખ 33 હજાર 864 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 783
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 38,419
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 16
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 569
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 27313
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 9111

રાજ્યક્ક્ષાનાં મંત્રી રમણ પાટકરને થયો Corona

રાજય કક્ષાના મંત્રી રમણ પાટકરનો રીપોર્ટ Corona પોઝીટીવ આવ્યો છે. જે બાબતે નાયબ મામલતદાર નીતિન પટેલે જણાવ્યું કે પ્રજા વચ્ચે સતત સંપર્કના લીધે રમણ પાટકરને Coronaનો ચેપ લાગ્યો છે. હાલ રમણ પાટકરને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટૂંક સમયમાં સાજા થઇ અમારા મંત્રી પરત ફરશે.

ગુજરાત હાઈકોર્ટમાં 7 કર્મચારીઓ થયા પોઝીટિવ

ગુજરાત હાઇકોર્ટ  આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે. ગુજરાત હાઇકોર્ટના 6 કર્મચારી અને 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7  કર્મચારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં  આવ્યો છે. કર્મચારીઓને  કોરોનાનો ચેપ લાગતા હાઇકોર્ટની બિલ્ડીંગ, હોલ સહિત આખા કેમ્પસને સેનિટાઈઝ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

દાહોદમાં 18 કેસ નોંધાયા

દાહોદમાં વધુ 18 Corona પોઝિટિવ કેસ નોંધાયા છે. દાહોદના જુદા જુદા વિસ્તારમાં વધુ 18 કેસ નોંધાયા છે.  દાહોદમાં અનલોક 2 પછી કેસોમાં વધારો જોવા મળ્યો છે. દાહોદમાં 4 પત્રકારોને પણ Corona પોઝિટિવ આવ્યો છે.

મહેસાણા માં આજે Corona વિસ્ફોટ

મહેસાણામાં નવા 18 Corona કેસ આવ્યા છે. જેમાં મહેસાણામાં 10 ,કડીમાં 6 Corona કેસ નોંધાયા છે. ઊંઝા અને વિસનગરમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આજે સાજા થયેલા 18 દર્દીને રજા અપાઈ છે.

નવસારી જિલ્લામાં Coronaના 9 કેસ નોંધાયા

નવસારીમાં વિજલપોરના કૃષ્ણા નગરમાં 32 વર્ષીય પુરૂષ અને જલાલપોરના એરૂ ગામે 36 વર્ષીય પુરૂષને તથા નવસારીના ખોડિયાર નગરના 54 વર્ષીય પુરૂષને Corona પોઝીટીવ આવ્યો છે.

આણંદ જીલ્લામાં Coronaનાં 7 કેસ નોંધાયા

આણંદનાં બોરસદ શહેરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને  આંકલાવના કોસિન્દ્રામાં એક કેસ નોંધાયો છે. તો આણંદના સરદાર ગંજમાં Coronaનો એક કેસ નોંધાયો છે. બોરીયાવીમાં Coronaનો એક કેસ નોંધાયો છે. વલાસણમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાના કુલ 277 કેસ નોંધાયા છે.

ભાવનગરમાં Coronaના વધુ 10 કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં કુલ ચાર કેસ અને જિલ્લામાં કુલ 6 કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ભાવનગરમાં Corona પોઝિટિવ કેસની સંખ્યા 413 પર પહોંચી ગઈ છે.

સુરત Coronaના વધુ 128 કેસ નોંધાયા

સુરતમાં બપોર સુધીમાં 128 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સુરત સિટીમાં બપોર સુધીમાં 88 કેસ નોંધાયા હતા. સુરત સિટીના કુલ કેસ 6186 થયા છે. સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં નવા 40 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યના કુલ 943 કેસ થયા છે. સુરત સિટી અને જિલ્લામાં મળી કુલ  7129 કેસ થયા હતા.

બનાસકાંઠામાં 4 Corona પોઝીટીવ

બનાસકાંઠા જિલ્લામા વધુ 4 Corona પોઝીટીવ કેસ નોંધાયા છે.  પાલનપુર, ડીસા, ધાનેરા અને વાવમાં Corona પોઝીટીવ કેસ આવ્યા છે. આ સાથે જિલ્લામાં પોઝીટીવ આંક 327 પહોંચ્યો છે.

READ ALSO

Related posts

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

યાત્રાધામ ડાકોર અને સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર આ તારીખે રહેશે બંધ, ભક્તોને કરાઈ આ અપીલ

Nilesh Jethva

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજ્ય સરકારને સોપાયો રિપોર્ટ, ગૃહમંત્રીએ આપ્યા આ આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!