GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, ગુરૂવારે સાંજ સુધીમાં 915 પોઝીટીવ કેસ સાથે 10 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો જ નોંધાઈ રહ્યો છે. જેમાં આજે 915 કેસ નોંધાયા છે..જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 10 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં સુરતમાં પાંચ અને અમદાવાદમાં 5 દર્દીઓનાં મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2091 થઇ ચૂક્યો છે. તો હાલમાં 73 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 828 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 32 હજાર 174 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 255, અમદાવાદમાં 181 કેસ, વડોદરામાં 74 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4 લાખ 99 હજાર 170 ટેસ્ટ કરવામા આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 915
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 45,567
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 10
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 828
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 32174
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 11302

કોંગ્રેસનાં વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનિય છે આ પહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ગેનીબેન ઠાકોરને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે ભરતસિંહ સોલંકી હજુ સારવાર હેઠળ છે.

અમરેલી જિલ્લામાં 6 કેસ નોંધાયા

અમરેલી જીલ્લામાં કોરોનાનાં આજે 6 કેસો સામે આવ્યા છે.અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 15 લોકોનાં મોત થયા છે. અમરેલીમાં કોરોનાનાં 94 વ્યક્તિઓ સારવાર લઈ રહ્યા છે તો આ સાથે કોરોનાનાં કુલ 203 કેસો નોંધાયા છે.

ભાવનગરમાં આજે 50 કેસ નોંધાયા

ભાવનગરમાં ગુરૂવારે 50 કેસ નોંધાયા હતા. આ સાથે જીલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 821 પર પહોંચી ગયો છે. અને અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત થયા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ચાર સભ્યોની ટીમ ફરી આવશે ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ચાર સભ્યોની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમ અમદાવાદ અને સુરત શહેરની કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા કરશે. નીતિ અયોગના સભ્ય વિનોદ પોલ, ICMR ના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઇમ્સ ડિરેકટર રણદીપ ગુલેરિયા અને હેલ્થ એન્ડ ફેમિલિ ડીપાર્ટમેન્ટના એડિશ્નલ સેક્રેટરી આર.પી.આહુજા ગુજરાત આવ્યા છે. આ ચાર સભ્યોની ટિમ શુક્રવારે સુરત અને અમદાવાદ શહેર ના કન્ટેનમેન્ટ વિસ્તારોની પણ મુલાકાત લેશે. જેમાં તેઓ કોરોના સંક્રમણની સ્થિતિ તેના કાબુમાં લેવા લેવાઈ રહેલા પગલાં તેમજ ધન્વંતરી રથની સમીક્ષા કામગીરી કરશે.

READ ALSO

Related posts

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

ચીન સામે ઊભા રહેવાનું ભૂલી જાવ, મોદીમાં એટલી હિમ્મત નથી કે, ચીનનું નામ પણ લઈ શકે !

Pravin Makwana

સાબરકાંઠા : ગાયો ચરાવતા બે ભાઈઓ પર વીજ તાર પડતા બન્નેના ઘટનાસ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!