ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર સ્થળોએ જવા પર તેમજ જાહેરમાં તહેવારો ઉજવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે આણંદ જિલ્લાના વધુ એક ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આણંદ જિલ્લામાં વધુ એક ગામની ગ્રામ પંચાયતે લોકડાઉન જાહેર કર્યું છે. બોરસદના બોદાલ ગામે 35 જેટલા કેસ નોંધાતા 14 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ગ્રામ પંચાયતે લોકડાઉનની જાહેરાત કરી છે.

અગાઉ આણંદના મલાતજ ગામમાં લગાવાયું હતું સ્વૈચ્છિક લોકડાઉન
બોરસદના બોદાલ ગામ પહેલા ગત 1 એપ્રિલ એટલે ગુરુવારના રોજ આણંદ જિલ્લાના મલાતજ ગામમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ગ્રામ પંચાયત દ્વારા 15 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મલાતજ ગામમાં લોકડાઉન આપવામાં આવતા ગામમાં બજારો તેમજ દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી. માત્ર જીવન જરૂરિયાતની સેવાઓ અને મેડીકલ સ્ટોર જ ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. સવારના 6થી12 વાગ્યા સુધી ગ્રામજનોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ખરીદવા પંચાયત દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેનો ગ્રામજનોએ ચુસ્તપણે પાલન કરી સૌ કોઇ લોકડાઉનમાં સહભાગી થયા હતાં. ગામના માર્ગો પર ચહલ પહલ પણ પાંખી રહી હતી.

ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ રોજ વધુ 3160 નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ 2028 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.52 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 16,252 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 167 લોકો વેન્ટિલેટર પર છે અને 16,085 લોકો સ્ટેબલ છે. 3,00,765 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4581 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 15 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
આજ રોજ વધુ 15 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યાં
રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ રોજ વધુ 3160 નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ 2028 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.52 ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત આજ રોજ વધુ 15 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યાં છે.
READ ALSO :
- વાસ્તુશાસ્ત્ર/ ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ
- કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા કરી માંગ
- Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ