GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો કાળમુખો કહેર / રાજ્યમાં બોર્ડની પરીક્ષાની નવી તારીખો જાહેર થાય તેવી શક્યતા, શિક્ષણ વિભાગ લઇ શકે છે મોટો નિર્ણય

Last Updated on April 13, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોનાનો કાળમુખો કહેર ચાલી રહ્યો છે. ત્યારે આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. હાલમાં સરકાર રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ જો કોરોનાનો કહેર યથાવત રહેશે તો શિક્ષણ બોર્ડ પરીક્ષાની તારીખોમાં ફેરબદલ કરી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર હાલમાં બોર્ડની તારીખોને લઈને ગુપ્ત રાહે શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. પરંતુ હાલ શિક્ષણ પ્રધાન ખુદ કોરોનાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે શિક્ષણ પ્રધાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષણમંત્રીનું ધ્યાન દોરશે અને ત્યાર બાદ શિક્ષણમંત્રી આ મામલે મુખ્યમંત્રી સાથે સંવાદ કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરી શકે તેમ છે.

કેસ

કોરોનાથી રાજ્યમાં વધુ 55 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધુ નવા કેસના આંકડા 6 હજારને પાર પહોંચી ગયા છે. દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જ જઇ રહ્યો છે. ત્યારે ગત રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 6,021 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોનાથી વધુ 55 લોકોના મોત નિપજ્યાં છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. એવામાં અમદાવાદમાં વધુ નવા 1933, સુરતમાં 1469, રાજકોટમાં 576 અને વડોદરામાં 381 કેસો નોંધાતા તંત્ર ચિંતામાં વ્યાપી ગયું છે.

અમદાવાદમાં 20 અને સુરતમાં 18 દર્દીઓનાં મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 55 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 18, વડોદરામાં 7 અને રાજકોટમાં 4 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 4855 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

corona death

રાજ્યમાં કુલ 216 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2854 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 17 હજાર 981 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 30 હજાર 680 એ પહોંચી છે. જ્યારે 216 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 30 હજાર 464 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

BREAKING: બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદની પોલીસે કરી ધરપકડ

pratik shah

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ઇમરજન્સી/ કટોકટીની વરસીએ મોદી અને શાહે કોંગ્રેસની કાઢી આકરી ઝાટકણી : કાળખંડમાં થઈ સંસ્થાઓ ટાર્ગેટ, TWEET પર થયા TWEET

Bansari
Do NOT follow this link or you will be banned from the site!