GSTV
Gujarat Government Advertisement

ગુજરાતને ફરી પાટે ચડાવવા 6 નિષ્ણાતોની બની કમિટી, મોદીના ખાસ કરશે કમિટીનું નેતૃત્વ

Corona

Last Updated on May 13, 2020 by Arohi

ભારતની આર્થિક રાજધાની મુંબઈ કહેવાય છે પરંતુ, આર્થિક દરેક પ્રક્રિયાનું હબ ગુજરાત જ રહ્યું છે. આર્થિક વ્યવહારો મુંબઈથી થાય પરંતુ, દરેક આર્થિક વ્યવહારોની કર્મભૂમિ ગુજરાત છે. કોરોનાની મહામારીની સૌથી ખરાબ અસર મહારાષ્ટ્ર બાદ ગુજરાત પર જ થઈ છે. આ સ્થિતિથી ઝડપથી રિકવર થવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

કોવિડ-19  કોરોના વાયરસની મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઊદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પૂર્નનિર્માણ-પૂર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતા હેઠળ કમિટી વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે.

૬ તજ્જ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ

આ ટાસ્ક ફોર્સમાં વિવિધ આર્થિક ક્ષેત્રોના ૬ તજ્જ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ થશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇએએસ અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિમણૂક કરી છે.

આ સમિતિ વચગાળાનો અહેવાલ બે સપ્તાહમાં રજૂ કરશે. આ સમિતિમાં પૂર્વ નાણાં સચિવ ડો. હસમુખ અઢિયા સાથે આર્થિક ક્ષેત્રોના 6 તજજ્ઞ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમિતિ એક્શન પ્લાન સાથેનો ભલામણ અહેવાલ એક મહિનામાં સરકારને આપશે. આ સમિતિ સેકટરલ અને સબ સેકટરલ આર્થિક નુકશાનના અંદાજો મેળવી સેકટર સ્પેસીફીક પૂર્નનિર્માણની ભલામણો કરશે.

શોર્ટ ટર્મ-મીડીયમ ટર્મ અને લોંગ ટર્મ એકશન પ્લાન

અંદાજપત્રની રાજકોષિય, ફિઝકલ અને આર્થિક સ્થિતીની સમીક્ષા અને સુધારાત્મક પગલાં સૂચવશે. રાજ્યમાં શ્રમિકોની સરળ ઉપલબ્ધિ વ્યવસ્થાઓ અંગે સૂચનો આપશે અને આર્થિક અને નાણાંકીય રીવાઇવલ માટેનો શોર્ટ ટર્મ-મીડીયમ ટર્મ અને લોંગ ટર્મ એકશન પ્લાન સૂચવશે. સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.

એટલું જ નહિ, કોવિડ-19  મહામારી પછીની ઉદભવનારી સ્થિતીમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે. રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે.

રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા યોગ્ય નીતિ ઘડતરની ભલામણો

કોરોના વાયરસની હાલની સ્થિતીમાં ગુજરાતમાંથી મોટાપાયે આવા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ચાલ્યા ગયા છે ત્યારે શ્રમિકોની આ ઉચ્ચસ્તરિય સમિતી અન્ય રાષ્ટ્રોમાંથી પોતાના એકમો બીજા દેશ-રાષ્ટ્રમાં ખસેડવા ઇચ્છતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા માટેની યોગ્ય નીતિ ઘડતરની ભલામણો પણ રાજ્ય સરકારને કરશે. આમ, આ ઉચ્ચસ્તરીય સમિતીની રચના કરીને રાજ્યના ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તથા કોવિડ-19ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશા તરફ દોરી જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS / કોર કમિટીમાં ચર્ચા બાદ નાઈટ કર્ફ્યૂના સમયમાં થશે ફેરફાર, વેપાર-રોજગારના સમય બદલાય તેવી શક્યતા!

pratik shah

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 58 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યમાં વરસાદના જોરમાં થયો ઘટાડો

pratik shah

BIG NEWS: અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!