GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં જ પાંચ કેસ થઈ ગયા, તમામ વિદેશથી આવનારા મુસાફરો

રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં બેથી વધીને પાંચ થયા છે. અમદાવાદમાં બે, વડોદરા, રાજકોટ અને સુરતમાં એક-એક કેસ નોંધાયા. રાજ્યના આરોગ્ય સચિવ જંયતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, અમદાવાદમાં ફિનલેન્ડ અને ન્યૂયોર્કથી આવેલી મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા તેમા એ 30થી 35 વર્ષના દર્દીઓનો સમાવેશ ખાય છે. સ્પેનથી આવેલા વડોદરાના એક શખ્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો.

ભાવનગર અને સુરતમાં લેબોરેટરી બનાવવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ભાવનગર અને સુરતમાં કોરોના વાયરસ માટે લેબોરેટરી બનાવવામાં આવશે. વિદેશથી આવતા લોકોની જવાબદારી છે કે, સાવચેતી રાખે. સરકાર વિદેશથી આવનારાઓનું કડકાઈથી હોમ કોરેન્ટાઈનનું પાલન કરાશે. ગુરૂવારે એરપોર્ટથી 559 પ્રવાસી આવ્યા છે તેમાંથી 63 ને કોરેન્ટાઇન અને 492 ને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં કુલ 150 સેમ્પલ લેવામાં આવ્યા જે પૈકી 5 પોઝિટિવ કેસ નોંધાયા અને 123 નેગેટિવ અને 22 કેસ પેન્ડિગ છે.

સુરતમાં સર્વે હાથ ધરાયો

સુરતમાં પણ કોરોનાનો એક પોઝીટીવી કેસ સામે આવ્યો હતો. વિદેશથી આવેલા લોકોનો તંત્રએ સર્વે હાથ ધર્યો હતો. બીજી તરફ સુરત પોલીસ દ્વારા 144 લાગુ કરવામાં આવી હતી. ત્યારે સુવાલી બીચ અને ડુમસ બીચ પર પ્રતિબદ્ધ મુકાયો છે. લગ્ન વરઘોડાની પરમિશન પણ રદ કરવામાં આવી છે. 31 માર્ચ સુધી તમામ સ્થળ બંધ રહેશે. લગ્ન વરઘોડોમાં વધુ લોકોની ભીડ એકત્ર થતી હોય છે માટે પરવાનગી રદ કરવામાં આવી.

જમૈકાથી આવેલા એક વ્યક્તિમાં પણ લક્ષણો દેખાયા

રાજ્યમાં કોરોનાના પાંચ કેસ પોઝીટીવ નોંધાયા છે. જમૈકાથી આવેલા એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. તંત્ર દ્વારા તેમના વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. તેઓ આવીને એક મરણમાં ગયા હતા. ત્યાથી તેઓ એક જીઆઇડીસીમાં પણ ગયા હતા. તેઓએ મોબાઇલથી કોને કોને ફોન કર્યા તેની માહિતી મેળવવામાં આવી હતી. જેથે લોકોને ઇન્ફેકશન લાગવાની માહિતી મળી શકે. આ પરિવારને ક્વારન્ટાઇનમાં મુકાયો છે. તેઓ જે બે લોકોના સંપર્કમાં આવ્યા હતા. તેઓને આઇસોલેટ કરાયા હતા.

68 ઓબ્ઝર્વેશન હેઠળ

વિદેશમાંથી 555 મુસાફરો આવ્યા છે. જેમાંથી 68 ઓબ્ઝર્વેશન હેઠળ છે અને 492 લોકો હોમ કોરોન્ટાઇનમાં છે. જે લોકો શંકાસ્પદ હશે તેમને સ્ટેમ્પ મારવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ગઇકાલથી બહાર આવ્યા છે તેમનું ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવશે.

READ ALSO

Related posts

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva

ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ

Nilesh Jethva

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આ 5 ધારાસભ્યો નહીં કરી શકે મતદાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!