રાજ્યમાં વધુ એક વખત 1,510 નવા પોઝીટીવ કેસ આવતાં ગુજરાત હવે 2 લાખથી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓના લીસ્ટમાં સામેલ થયો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 1 કરોડની નજીક પહોંચવા આવ્યો છે. 19 માર્ચે ગુજરાતમાં કોરોનાના સૌ પ્રથમ દર્દી નોંધાયા બાદ આજે 24 નવેમ્બર સુધીમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ છે. રાજ્યમાં હાલમાં કોરોનાને લઈને સ્થિતિ વકરતી જઈ રહી છે. રાજ્યમાં 2 લાખ દર્દીઓમાં 48 હજાર જેટલા દર્દીઓ તો ફક્ત અમદાવાદમાં નોંધાયા છે તો સુરતમાં 40 હજારથી વધારે લોકો કોરોના સ્પર્શી ગયો છે. અર્થાત આ બંને જિલ્લાઓમાંજ 90 હજારથી વધારે કેસ નોંધાયા છે.

બીજા 1 લાખ કેસ થવામાં લાગ્યો 82 દિવસનો સમય
માર્ચ મહિનામાં કોરોનાના કેસ નોંધાયા બાદ સતત વધી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ 1 લાખ કેસ 167 દિવસમાં નોંધાયા હતા. એટલે એવરેજ દરરોજના 601 કેસ નોંધાયા હતા. જ્યારે બીજા 1 લાખ કેસ થવામાં માત્ર 82 દિવસનો સમય લાગ્યો છે. અર્થાત એવરેજ દરરોજના સરેરાશ 1201 કેસ રાજ્યમાં નોંધાય છે. હાલમાં રાજ્યમાં કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. ઠંડીની શરૂઆત પહેલાં જ રાજ્યમાં કોરોનાના કેસમાં નવા રેકોર્ડો બની રહ્યા છે. નવેમ્બરમાં ફરી એક વખત 1,500 પ્લસ કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 1 મહિનાની સ્થિતિ
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 નવેમ્બર | 860 | 5 | 1128 |
2 નવેમ્બર | 875 | 4 | 1004 |
3 નવેમ્બર | 954 | 6 | 1,197 |
4 નવેમ્બર | 975 | 6 | 1022 |
5 નવેમ્બર | 990 | 7 | 1055 |
6 નવેમ્બર | 1035 | 4 | 1321 |
7 નવેમ્બર | 1046 | 5 | 931 |
8 નવેમ્બર | 1020 | 7 | 819 |
9 નવેમ્બર | 971 | 5 | 993 |
10 નવેમ્બર | 1049 | 5 | 879 |
11 નવેમ્બર | 1125 | 6 | 1352 |
12 નવેમ્બર | 1,120 | 6 | 1038 |
13 નવેમ્બર | 1152 | 6 | 1078 |
14 નવેમ્બર | 1,124 | 6 | 995 |
15 નવેમ્બર | 1070 | 6 | 1001 |
16 નવેમ્બર | 926 | 5 | 1040 |
17 નવેમ્બર | 1125 | 7 | 1,116 |
18 નવેમ્બર | 1,281 | 8 | 1,274 |
19 નવેમ્બર | 1340 | 7 | 1113 |
20 નવેમ્બર | 1420 | 7 | 1040 |
21 નવેમ્બર | 1515 | 9 | 1271 |
22 નવેમ્બર | 1495 | 13 | 1167 |
23 નવેમ્બર | 1,487 | 17 | 1,234 |
24 નવેમ્બર | 1510 | 16 | 1,286 |
કુલ આંક | 27,465 | 173 | 26,354 |
એક્ટિવ કેસની સંખ્યા 14 હજારને પાર
રાજ્યમાં આજે વધુ 1510 નવા પોઝીટીવ સાથે કુલ આંક 200409 થયો છે. તો એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 14 હજારને પાર થઈ છે. રાજ્યમાં અત્યારે 14044 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 1,82,473 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં આજે વધુ 84625 ટેસ્ટિંગ સાથે કુલ ટેસ્ટિંગનો આંક પણ 73,89,330 થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 3892 લોકોના મોત થયા છે. તો 94 લોકોની સ્થિતિ વધુ ગંભીર છે.
રાજ્યમાં જિલ્લા પ્રમાણે આ છે સ્થિતિ
જિલ્લો | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 48,000 | 1,993 | 42,693 |
સુરત | 41,959 | 883 | 39,497 |
વડોદરા | 19,046 | 217 | 16,813 |
ગાંધીનગર | 6266 | 99 | 5535 |
ભાવનગર | 5083 | 68 | 4927 |
બનાસકાંઠા | 3614 | 34 | 3386 |
આણંદ | 1740 | 16 | 1634 |
અરવલ્લી | 932 | 24 | 793 |
રાજકોટ | 15,575 | 172 | 14,068 |
મહેસાણા | 5114 | 33 | 4625 |
પંચમહાલ | 3230 | 20 | 2876 |
બોટાદ | 901 | 6 | 772 |
મહીસાગર | 1527 | 7 | 1324 |
પાટણ | 3330 | 51 | 2785 |
ખેડા | 1968 | 15 | 1823 |
સાબરકાંઠા | 2108 | 12 | 1978 |
જામનગર | 8992 | 35 | 8615 |
ભરૂચ | 3227 | 17 | 3095 |
કચ્છ | 3125 | 33 | 2854 |
દાહોદ | 2254 | 7 | 2091 |
ગીર-સોમનાથ | 2020 | 24 | 1856 |
છોટાઉદેપુર | 741 | 3 | 697 |
વલસાડ | 1276 | 9 | 1251 |
નર્મદા | 1602 | 1 | 1362 |
દેવભૂમિ દ્વારકા | 884 | 5 | 826 |
જૂનાગઢ | 4134 | 33 | 3873 |
નવસારી | 1423 | 7 | 1390 |
પોરબંદર | 613 | 4 | 590 |
સુરેન્દ્રનગર | 2824 | 12 | 2473 |
મોરબી | 2512 | 17 | 2259 |
તાપી | 931 | 6 | 885 |
ડાંગ | 125 | 0 | 120 |
અમરેલી | 3171 | 26 | 2647 |
અન્ય રાજ્ય | 162 | 3 | 149 |
કુલ | 2,00, 409 | 3,892 | 1,82,473 |
રાજ્યમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાને લઈને સ્થિતિ બગડેલી છે. રાજકોટમાં 15 હજારથી વધારે દર્દીઓ છે. તો વડોદરામાં પણ 19 હજારથી વધારે કેસ નોંધાયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો