GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ભારતમાં કેસ ડબલ થવાનો રેશિયો દર 10 દિવસ : ગુજરાતના આ 2 શહેરોની સ્થિતિ ગંભીર, કેન્દ્રમાંથી ટીમ આવશે

ગુજરાત

ગુજરાતમાં અમદાવાદ અને સુરત એ કોરોનાના હોટસ્પોટ સેન્ટર બની ગયા છે. કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1654 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. જ્યારે સુરત શહેરમાં 15 એપ્રિલે કોરોનાના 128 કેસ નોંધાયા હતા. ચાર દિવસ બાદ એટલે કે 19 એપ્રિલે કેસની સંખ્યા વધીને 258 ઉપર પહોંચી ગઈ. એટલે કે પોઝિટિવ કેસની સંખ્યા ડબલ થવામાં ચાર દિવસ લાગ્યા હતા.

સુરતમાં 456 કેસ

હાલ સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 456 સુધી પહોંચી ગઈ છે. આમ સતત કેસોની સંખ્યા વધી રહી છે. જેને પગલે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 6 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં છે. સુરતમાં પણ 4થી 5 દિવસે કેસો ડબલ થઈ રહ્યાં છે. હોટસ્પોટ બની ગયેલા આ બંને શહેરોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ક્યારે કેટલા પોઝિટીવ કેસ ?

તારીખપોઝિટિવ કેસ  
૨૪ માર્ચ૩૭ કેસ
૨૫ માર્ચ૩૮ કેસ
૨૬ માર્ચ૪૩ કેસ
૨૭ માર્ચ૪૭ કેસ
૨૮ માર્ચ૫૫ કેસ
૨૯ માર્ચ૬૩ કેસ
૩૦ માર્ચ૭૦ કેસ
૩૧ માર્ચ૭૪ કેસ
૧ એપ્રિલ૮૭ કેસ
બે એપ્રિલ૮૮ કેસ
૩ એપ્રિલ૯૫ કેસ
૪ એપ્રિલ૧૦૮ કેસ
પાંચ એપ્રિલ૧૨૮ કેસ
૬ એપ્રિલ૧૪૬ કેસ
૭ એપ્રિલ૧૭૫ કેસ
૮ એપ્રિલ ૧૮૬ કેસ
૯ એપ્રિલ૨૬૨ કેસ
૧૦ એપ્રિલ૩૭૮ કેસ
૧૧ એપ્રિલ૪૬૮ કેસ
૧૨ એપ્રિલ૫૧૬ કેસ
૧૩ એપ્રિલ૫૭૨ કેસ
૧૪ એપ્રિલ૬૫૦ કેસ
૧૫ એપ્રિલ૭૬૬ કેસ
૧૬ એપ્રિલ૯૨૯ કેસ
૧૭ એપ્રિલ ૧,૦૯૯ કેસ
૧૮ એપ્રિલ૧,૩૭૬ કેસ
૧૯ એપ્રિલ૧,૭૪૩ કેસ
૨૦ એપ્રિલ૧,૯૩૯ કેસ
૨૧ એપ્રિલ૨,૧૭૮ કેસ
૨૨ એપ્રિલ૨,૪૦૭ કેસ
૨૩ એપ્રિલ૨,૬૨૪ કેસ

8 લાખથી વધુ કેસ નોંધાઈ શકે છે

અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતાં શહેરમાં આઠ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે તેવું ચોંકાવનારું નિવેદન મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ આપ્યું છે. વિજય નહેરાએ કહ્યું કે, શહેરમાં હાલ કોરોનાના કેસ ડબલ થવાનો રેટ ચાર દિવસનો છે. પરંતુ લોકડાઉન પુરુ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો તંત્રનો પ્રયાસ છે.

તો 15 મે સુધીમાં 50 હજાર કેસ થશે

ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે રીતે હાલ તે દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં અમદાવાદમાં ગંભીર સ્થિતિ છે. તેમ છતાં ઘણી જગ્યાએ જાણે લોકોમાં જાગૃતિ નથી. અને બહાર નીકળી પડે છે. અમદાવાદમાં કોરોનાએ એવો ભરડો લીધો છે કે દર ચાર દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. જો આ સ્થિતિ રહેશે તો 15 મે સુધીમાં 50 હજાર કેસ નવા આવશે. અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. તેમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું. જોકે તેમણે એમ પણ કહ્યું કે લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે. અને જો 10 દિવસનો ડબલિંગ રેટ પ્રાપ્ત કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે.

નાગરિકોનો સહકાર ખૂબ જરૂરી

તેમણે એમ પણ કહ્યું કે કોરોનાનો કેસ રેટ ધીમો કરવાના પ્રયાસોમાં નાગરિકોનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. કોરોનાના કેસમાં વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. સિનિયર સિટિઝન માટે વાઈરસ ખતરનાક છે તેથી તંત્રએ હવે વૃદ્ધોમાં આ વાયરસનો ના ફેલાય તે માટે નવુ અભિયાન શરૂ કર્યુ છે. આ વાયરસનો વ્યાપ હજુ પણ વધશે. પરંતુ આપણુ લક્ષ્ય મૃત્યુદર અટકાવવાનો છે. લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સ્વાભાવિક છે કે કોરોનાથી બચવાનો એક માત્ર વિકલ્પ ઘરમાં જ રહેવાનો છે. અને જો દરેક શહેરીજનો આ વાત સમજશે અને તો જ કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી શકશે અને અંતે જંગ જીતી શકાશે.

READ ALSO

Related posts

ચીનને બ્રિટને આંચકો આપ્યો : હોંગકોંગના 30 લાખ લોકોને નાગરિક બનાવશે, 600 હુમલા છતાં ભારત નરમ

Dilip Patel

વિશ્વમાં છેલ્લા 8 દિવસમાં 9.22 લાખ નવા પોઝીટીવ, 1 લાખથી નીચે નથી આવ્યો આંક

Harshad Patel

બ્રાઝીલમાં કોરોના કાબુ બહાર, 1 મહિનામાં વધ્યા 4.83 લાખ નવા પોઝીટીવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!