GSTV

ગુજરાત કોંગ્રેસનું અા હશે પ્રદેશ માળખું, રાહુલ ગાંધીની નારાજગીની જોવા મળશે અસર

કોંગ્રેસ કેમ પાછળ હોય છે તેનું સૌથી મોટું ઉદાહરણ અે કોંગ્રેસનું માળખું છે. લોકસભાની ચૂંટણી નજીક હોવા છતાં કોંગ્રેસમાં સંગઠન જેવું કંઇ નથી. પ્રદેશ પ્રમુખ બન્યાના 6 માસ બાદ પણ અમિત ચાવડા અેક નવી કેડર ઉભી કરી શક્યા નથી. અા દરમિયાન હવે રાહુલ ગાંધીઅે 200ની ફોર્મ્યુંલાને મંજૂર કરી લેતાં હવે પ્રદેશ પ્રમુખ 200 પદાધિકારીઅોનું માળખું તૈયાર કરવા કમરકસી રહયાં છે. ગુજરાત પ્રદેશ Congress ના સંગઠનના માળખાની રચના આગામી સપ્તાહ સુધીમાં કરવામાં આવે તેવી સંભાવના છે. લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી વર્ષ ૨૦૧૯ને લઇને હવે કોંગ્રેસે પણ કમરકસી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે અમિત ચાવડાની નિમણુક કરવામાં આવ્યાને અંદાજે આજે છ મહિના થવા આવ્યા છે. અમિત શાહની નિમણુંક થયાને આજે છ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું રચવામાં આવ્યું નથી. જેને પગલે રાહુલ ગાંધીઅે પણ નારાજગી જતાવી હતી. જેની અસર પણ અા પ્રદેશ માળખામાં જોવા મળશે. કોંગ્રેસમાં ભાઈ -ભત્રિજાવાદ જ ચાલતો અાવ્યો છે. જેના પગલે કાર્યકરો કરતાં અોળખીતાઅો પદ પર બેસી જાય છે અને કોંગ્રેસ માટે વર્ષોથી મહેનત કરતા કાર્યકરો હાથે ઘસારો અાવે છે. રાજ્યમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેની કડવાશ જગજાહેર છે. કોંગ્રેસ પાસે અા વર્ષે લોકસભામાં મજબૂત સંભાવના સામે પ્રદેશ માળખાથી કોંગ્રેસમાં નારાજગીઅોના માહોલ શરૂ થઈ જાય તો નવાઈ નહીં. કોંગ્રેસને દર વર્ષે ભાજપ કરતાં કોંગ્રેસીઅો જ અેકબીજાને પછાડવામાં ભાજપને જીતાડે છે. અા વર્ષે ઉજ્જવળ તકને પગલે રાહુલ ગાંધી પણ સક્રિય થઈ રસ દાખવે અે જરૂરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવાં માળખાને રાહુલ ગાંધી દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે જેમનું પર્ફોમન્સ હશે તેવા લોકોને જ સંગઠનમાં સ્થાન આપવા આવશે. સાથોસાથ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નવું માળખું રચવાની સૂચના આપવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાત કોંગ્રેસનું નવું માળખું સંભવતઃ આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ માળખામાં ચાર કાર્યકારી પ્રમુખ સહીત અંદાજે ૨૦૦ જેટલા આગેવાનોને હોદ્દાઓ આપવામાં આવે તેવી સંભાવના છે.

કેટલા સભ્યો હશે?  : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જૂના માળખામાં ચાર કાર્યકારી પ્રમુખ, 18 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, 1 ખજાનચી, 104 મંત્રી, 6 મંત્રી પ્રોટોકોલ, 11 પ્રવક્તાનો સમાવેશ થતો હતો. જયારે આગામી નવાં માળખામાં પણ ચાર કાર્યકારી પ્રમુખ, 20 ઉપપ્રમુખ, 25 જેટલા મહામંત્રીઓ, એક ખજાનચી, ૧૩૦ જેટલા મંત્રીઓ, 10 જેટલા મંત્રી (પ્રોટોકોલ) અને એક ડઝન જેટલા પ્રવક્તાનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે.

Related posts

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 186, આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના આવ્યા

Pravin Makwana

ગુજરાતમાં લોકડાઉનની વધશે સમયમર્યાદા, પીએમ મોદી સાથેના સંવાદ બાદ રૂપાણી સરકાર લેશે નિર્ણય

Karan

ગુજરાતમાં અડધુ અમદાવાદ સીલ, એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF- SRPFની ટુકડીઓ તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!