GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની કરી વરણી, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ

કોંગ્રેસ

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. આજે સવારે કોંગ્રેસે ઓબ્ઝર્વરની નિમણૂંક કરી હતી. જ્યારે હવે 7 કાર્યકરી અધ્યક્ષની નિમણૂંક કરી છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જીગ્નેશ મેવાણી સહિત 7ની ગુજરાત કાર્યકરી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે આ અંગે જાણકારી આપી છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ પદ પર ધારાસભ્ય લલિત કગથરા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય ઋત્વીક મકવાણા, ધારાસભ્ય અંબરિશ ડેર, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઈંદ્રવિજયસિંહ ગોહિલની નિમણૂંક કરી છે.

ઓબ્ઝર્વરની નિમણૂંક

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને કેટલાક મહિનાઓ જ બાકી રહ્યા છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જંગી સભાઓ સંબોધી રહ્યા છે, તો બીજી તરફ વિશાળ રેલીઓ યોજીને શક્તિપ્રદર્શન પણ થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં વિપક્ષે પણ તૈયારી પૂર્ણ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પણ તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઓબ્ઝર્વર નિયુક્ત કર્યા છે.

કોંગ્રેસ

કોંગ્રેસ પૂર્ણ તાકાત સાથે મેદાને

કોંગ્રેસે ગુજરાત વિધાન સભાની 2022ની ચૂંટણીને કબ્જે કરવા દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે. કચ્છ (sc)ના ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ સાલે અને ઈન્દ્રરાજ સિંગને નિયુક્ત કર્યા છે. બનાસકાંઠાના ઓબ્ઝર્વર અશોક ચંદાની નિમફૂંક કરવામાં આવી છે. પાટણ રામલાલ જત જોશે. મહેસાણાના ઓબ્ઝર્વર તરીકે ઉદાઈલાલ અંજનાની નિયુક્તી કરવામાં આવી છે. સાબરકાંઠાના ઓબ્ઝર્વર તરીકે ઉમેશ પટેલના નામ પર મહોર લગવાવામાં આવી છે. પાટનગર ગાંધીનગર ઓબ્ઝર્વર તરીકે જયસિંગ રાવલ અને સુરેશ મોદી છે.

કોંગ્રેસે દિગ્ગજ નેતાઓની ઉતારી ફોજ

હેરીટેજ શહેર અમદાવાદ(EAST)ઓબ્ઝર્વર તરીકે પ્રેમસાઈ સિંગ ટેકમ અને હકમ અલીખાને નિયુક્ત કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી શંકુતલા રાવત અને અશોક બૈરવા, રાજકોટમાં પ્રમોદ જૈન ભૈયા, પાનાચંદ મેઘવાલની નિયુક્તી કરવામાં આવી છે. પોરબંદરમાં રામપાલ શર્મની નિયુક્તિ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel

લહેરા દો…ગુજરાતનું અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામડું, જયાં દૈનિક ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ

Binas Saiyed
GSTV