GSTV

ચૂંટણી બાદ કોંગ્રેસની જે હાલત થઈ જાણીને વિશ્વાસ નહીં થાય, ધારાસભ્યોએ પણ હાથ અદ્ધર કર્યા

Last Updated on July 10, 2018 by

વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પર સાત કરોડનું દેવું થતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસના દેવાનો બોઝ હળવો કરવા માટે સાત કરોડ રૂપિયાના ઉઘરાણાનો કાર્યક્રમ ઘડ્યો છે. નાણાના ઉઘારાણાનું કામ પોતાના વિશ્વાસુ ગણાતા વ્યક્તિને સોંપવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં વ્યાજે રૂપિયા લઈને ઘી પીવા જેવી સ્થતિ કોંગ્રેસની થઈ છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલી કોંગ્રેસના માથે એક નહી બે નહી પણ સાત કરોડનુ દેવું થઈ ગયું. દેવાના ભારને હળવો કરવા હવે પ્રદેશ પ્રમુખ સક્રિય થયા છે. દેવાની ભરપાઈ કરવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા ઉઘરાણાનો કાર્યક્રમ ઘડ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દેવાનો બોઝ હળવો કરવા ચૂંટાયેલા ધારાસભ્યો પાસે એક-એક લાખ રૂપિયાની મદદ માગી પરંતુ ધારાસભ્યોએ કોઈપણ પ્રકારની મદદ કરી નથી.

પરિણામે ઉઘરાણું કરવાનું પ્રદેશ પ્રમુખે નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્ઞાતિ પ્રમાણે અલગ-અલગ વ્યક્તિઓને ફંડ ઉઘરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મોટી રકમના સ્વિકાર માટે અમિત ચાવડા જાતે જેતે વ્યક્તિને રૂબરૂ મળશે. છેલ્લાં એક અઠવાડિયાથી અમિત ચાવડાએ પોતાના વિશ્વસુ વ્યક્તિને બોલાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો સંપર્ક કહ્યું છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના પ્રવાસ દરમ્યાન તમામ પ્રકારના તામજામ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી દરમ્યાન જે જાહેરાત કરવામાં આવી તેના પણ નાણા ચૂકવવામાં આવ્યા નથી… દેવાનો બોઝ હળવો કરવા પ્રદેશ પ્રમુખ મથી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ધનાઢ્ય લોકો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી નારાજ છે. આવી પરીસ્થિતિ વચ્ચે અમિત ચાવડા ઉઘરાણાનો કાર્યક્રમ કરીને કેટલી રકમ એકઠી કરે તે હવે જોવુ રહ્યું.

Related posts

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!