GSTV
Home » News » ગુજરાતમાં કોંગ્રેસ માટે ટિકિટમાં ખેંચતાણ, પાંચ સમાજો કરી રહ્યા છે ટિકિટ માટે પ્રેશર

ગુજરાતમાં કોંગ્રેસ માટે ટિકિટમાં ખેંચતાણ, પાંચ સમાજો કરી રહ્યા છે ટિકિટ માટે પ્રેશર

ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો મહેસાણા, બનાસકાંઠા અને પાટણ મામલે કોંગ્રેસમાં ટિકિટ માટે ખેંચતાણ છે. ગુજરાતમાં ચૌધરી, ઠાકોર, પટેલ, ક્ષત્રિય અને માલધારી સમાજે ટિકિટ માટે પ્રેશર કર્યું છે. એટલે આ પાંચ સમાજમાંથી કોને  રાજી રાખવા તેનું મનોમંથન ચાલી રહ્યું છે. જ્યારે કે સૌરાષ્ટ્રની અમરેલી અને જામનગર બેઠકો ચર્ચામાં છે.

અહીંથી વિરજી ઠુમ્મર, જૈની ઠુમ્મર, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓએ ટિકિટ માંગી છે. તો જામનગરમાં કોંગ્રેસ હાર્દિકને ચૂંટણી ન લડાવે તો કોને ટિકિટ આપી શકે તેના પર પણ મંથન થઈ રહ્યું છે. જામનગરમાંથી હાર્દિક પટેલ ઉપરાંત ભીખુ વારોતરીયા ઉપરાંત મુળુ કંડોરીયા, હિંમત ખવાએ ટિકિટ માંગી છે. તો પૂર્વ સાંસદ વિક્રમ માડમ પણ પોતાના નજીકના વ્યક્તિને ટિકિટ આપવા લોબિંગ કરી રહ્યા છે.

Read Also

Related posts

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva

આખાબોલા ભાજપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!