GSTV

કોને મળશે કમાન? કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની જાહેરાત આખરી તબક્કામાં, આ નેતાઓને અપાશે સૌથી વધુ પ્રાધાન્ય

કોંગ્રેસ

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હશે તેની રાહ જોવાઈ રહી છે. જોકે હવે આતૂરતાનો અંત આવી શકે છે. ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની જાહેરાત થઈ શકે છે.

કોંગ્રેસ

દિલ્હીના સૂત્રો કહે છે કે આખરે રાહુલ ગાંધીએ ગુજરાત માટે પુરતો સમય ફાળવીને આ સપ્તાહમાં ગુજરાતના નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિયુક્તિ કરવાનું મન બનાવી લીધુ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં છેલ્લા નવ મહિનાથી પડતર પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિમણૂકમાં પટેલ ફેક્ટરને પ્રાધાન્ય આપવાના બદલે કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ઓબીસી, ક્ષત્રિય અને આદિવાસી નેતાગીરીને મહત્વ અપાશે.

પ્રદેશ પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોર તથા વિપક્ષી નેતા પદે અશ્વિન કોટવાલ કે આનંદ ચૌધરીની નિમણૂક થાય એવી શક્યતા જણાઇ રહી છે. સાથે સાથે ચાર કે પાંચ એક્ટિંગ પાર્ટી પ્રેસીડેન્ટની વધારાની નિમણૂંક પણ થશે.

Read Also

Related posts

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

મોટા સમાચાર / આ તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર, નવી સરકાર ચૂંટણીને અનુલક્ષી રજૂ કરશે અંદાજપત્ર

GSTV Web Desk

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!