GSTV

કોંગ્રેસના લોકપ્રિયતાના સર્વેમાં હાર્દિક પટેલની સ્થિતિ સામાન્ય કાર્યકર્તા જેવી, રાજીવ સાતવને લાગશે આંચકો

હાર્દિક પટેલ

Last Updated on March 9, 2020 by Alap Ramani

ગુજરાત કોંગ્રેસમાં સૌથી પોપ્યુલર નેતા કોણ ? આ પ્રશ્ન જ્યારે સામે આવે ત્યારે સૌ પ્રથમ તો એ વિચાર આવે કે આખરે ગુજરાત કોંગ્રેસમાં પણ પોપ્યુલર નેતા છે ? પણ એક ખાનગી સંસ્થા દ્રારા કરવામાં આવેલા સર્વેમાં ગુજરાત કોંગ્રેસના પોપ્યુલર નેતા તરીકે અર્જૂન મોઢવાડિયા પર પસંદગીની મહોર મારવામાં આવી છે. મીડિયા અને લોકોમાં સૌથી વધારે ચર્ચામાં રહેતાં નેતા હાર્દિક પટેલને છેલ્લા પાયદાનનું સ્થાન આપવામાં આવ્યું છે. જેના કારણે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આખરે કયા ધારા ધોરણો પ્રમાણે આ સર્વે કરવામાં આવ્યો ?

લોકપ્રિયતાનો સર્વે

નેતાલોકપ્રિયતાની ટકાવારી
અર્જૂન મોઢવાડિયા37
ભરતસિંહ સોલંકી23
શક્તિસિંહ ગોહિલ16
અમિત ચાવડા7
પરેશ ધાનાણી6
સિદ્ધાર્થ પટેલ5
હાર્દિક પટેલ3

હાર્દિક પટેલ માટે તેના જ કોંગ્રેસી નેતાઓ અણીયારા સાબિત થયા

હાર્દિક પટેલ છેલ્લા પાયદાને છે. આમ તો માની ન શકાય કારણ કે થોડાં સમય પહેલાં જ કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર હાર્દિક પટેલ મીડિયા વર્તુળો અને પાટીદાર આંદોલનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ હાર્દિક ક્યાં છે તેની ચર્ચા હજુ ચાલી રહી છે. એવામાં થોડા સમય પહેલા રાજીવ સાતવ દ્રારા અને કેટલાક પાટીદાર નેતાઓ દ્રારા બેઠકમાં એવી વાત વહેતી મુકવામાં આવી હતી કે, હાર્દિક પટેલ યુવા નેતા હોવાના કારણે તેને રાજ્યસભાની ટિકિટ આપવી જોઈએ. જો કે બાદમાં આ વાતનો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સી જે ચાવડા અને બળદેવજી ઠાકોરે વિરોધ કર્યો હતો. આ કારણે જ હાર્દિક માટે પાર્ટીની અંદર જ અણીયારા ખિલ્લા ઉભા થયા હતા. તો શું હાર્દિક પટેલ રાજ્યસભાની ચૂંટણી માટે સૌથી પ્રબળ દાવેદાર હોવાથી તેનું પત્તુ કાપી નાખવા માટે કોંગ્રેસમાં અચાનક પોપ્યુલારીટીના સર્વે થવા લાગ્યા ?

રાજ્યસભામાં જવાની અભિલાષાઓ અને એષણાઓ

2022ની ચૂંટણી ન આવે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસના ફેંકાય ગયેલા નેતાઓને હવે કોઈ પદ મળવાનું નથી. આથી જ કોંગ્રેસમાં રાજ્યસભામાં જવા માટે રીતસરની હોડ જામી છે. રવિવારે જ સોશિયલ મીડિયામાં એવી ખબરોનો વંટોળ આવ્યો હતો કે ભરતસિંહ સોલંકીને ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવે. બીજી તરફ ખૂદ ટ્વીટર પર લખીને અને મીડિયા સાથેની વાતોમાં ના… ના.. કરતાં અર્જૂન મોઢવાડિયાને પણ રાજ્યસભામાં જવાની ખૂબ તાલાવેલી હોવાનું આ સર્વે પરથી સ્પષ્ટ અંકાઈ રહ્યું છે.

શક્તિસિંહ કાં તો બિહારમાંથી કાં તો ગુજરાતમાંથી

16 ટકા વોટ સાથે શક્તિ સિંહ ગોહિલ ત્રીજા સ્થાને છે. આજે જ બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે RJD વિરૂદ્ધ બાંયો ચડાવી છે. તેજસ્વી યાદવને યાદ અપાવી રહ્યાં છે કે, 2019ની લોકસભા ચૂંટણી ટાણે તેમણે વચન આપ્યું હતું કે, રાજ્યસભાની એક સીટ આપશે. આ વાત અત્યારે તો હાઈકમાન્ડ અહેમદ પટેલના કાન સુધી પહોંચી છે. અહેમદ પટેલ અને શક્તિસિંહ જૂના જોગી હોવાના કારણે શક્તિસિંહની ટિકિટ પાક્કી માનવામાં આવી રહી છે. સર્વેમાં ત્રીજા પાયદાન પર શક્તિસિંહને જોતા કાં તેઓ ગુજરાતથી અથવા તો બિહારમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપ લાવી શકે છે.

અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ હાર્દિકથી આગળ

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ ધાનાણી તો રાજ્યસભાની ચૂંટણીમાં મેદાને નથી. તેમનું સમગ્ર ધ્યાન ચૂંટણી જીતવા પર, પાર્ટીના ધારાસભ્યોની વિકેટ ભાજપ પાડી ન દે તેના પર અને આવનારા સમયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર છે. આ નેતાઓ પછી સિદ્ધાર્થ પટેલનું નામ સામે આવ્યું છે. અને છેલ્લે હાર્દિક પટેલનું નામ આ સર્વેમાં આવતા હાર્દિકની સ્થિતિ કોંગ્રેસનો કોઈ સામાન્ય કાર્યકર હોય તેના જેવી થઈ ગઈ છે.

રાજીવ સાતવને ખોટા પાડ્યા

એક સમયે રાજીવ સાતવ હાર્દિકને રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમની સાથે કેટલાક પાટીદાર નેતાઓ પણ હતા જેમણે હાર્દિકના નામ પર મહોર મારી હતી. પણ પક્ષની અંદરથી જ હાર્દિકના નામનો ગણગણાટ થવા લાગ્યો. જેમાં અમિત ચાવડા, બળદેવજી ઠાકોર અને સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસના કદાવર નેતાઓ હતા. હાર્દિકને રાજ્યસભામાં મોકલવા માટે તેમણે નનૈયો ભણ્યો હતો. પણ હાર્દિકને મોકલવો તેવું રાજીવ સાતવના મનમાં ચાલી રહ્યું હશે ત્યાં સર્વે આવી ગયો. અને આ સર્વેમાં હાર્દિક પાછો છેલ્લા પાયદાન પર આવ્યો. જેથી હવે રાજીવ સાતવ પણ હાર્દિકના નામ પર મહોર મારતા પહેલા વિચારશે. ઉપરથી અંતરમનથી તો રાજીવ સાતવને પણ ખોટા ઠર્યાનું લાગી રહ્યું હશે !

શું છે સર્વે ?

કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારો નક્કી થાય તે પહેલાં એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. કોંગ્રેસના લોકપ્રિય નેતા કોણ તે મામલે એક સર્વે સામે આવ્યો છે. ખાનગી કંપનીએ કરેલા સર્વે મુજબ કોંગ્રેસના સૌથી લોકપ્રિય નેતામાં અર્જુન મોઢવાડીયાનું નામ મોખરે આવ્યું છે. અર્જુન મોઢવાડીયાને 37 ટકાના વોટ સાથે સૌથી લોકપ્રિય નેતા ગણાવવામાં આવ્યાં છે. જ્યારે બીજા નંબરે 23 ટકા વોટ સાથે ભરતસિંહ સોલંકી લોકપ્રિય નેતાઓની યાદીમાં સ્થાન પામ્યાં છે. આ ઉપરાંત 16 ટકા વોટ સાથે શક્તિસિંહ ગોહિલ ત્રીજા નંબર, અમિત ચાવડા 7 ટકા મત સાથે ચોથા નંબરે લોકપ્રિય નેતાઓની સૂચીમાં સામેલ થયા છે. તો 6 ટકા વોટ સાથે પરેશ ધાનાણી પાંચમા નંબરે જ્યારે 5 ટકા વોટ સાથે સિદ્ધાર્થ પટેલ છઠ્ઠા નંબરે આ યાદીમાં સામેલ થયા છે. હાર્દિક પટેલ 3 ટકા સાથે ગાડીના છેલ્લે….

READ ALSO

Related posts

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah

ભડકો/ શરદ પવાર રમી રહ્યાં છે રાજકારણ, પીએમ મોદી બાદ હવે અમિત શાહ સાથે કરી ટોપલેવલની બેઠક

pratik shah

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!