GSTV
Home » News » કોંગ્રેસના અસંતુષ્ટોને બખ્ખાં, રાહુલ ગાંધીને બેઠકનો સોંપાશે રિપોર્ટ, અપાઈ આ ખાતરી

કોંગ્રેસના અસંતુષ્ટોને બખ્ખાં, રાહુલ ગાંધીને બેઠકનો સોંપાશે રિપોર્ટ, અપાઈ આ ખાતરી

દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસે મોડી રાત સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ઠારવા ચર્ચા થઇ હતી. જે મુજબ હવે કોંગ્રેસમાં ચાર વર્કિગ પ્રેસિડેન્ટની ફોરમ્યુલા અપનાવાઇ છે. આ ઉપરાંત સિનિયર નેતાઓને લોકસભા ઝોન ઇન્ચાર્જ પણ બનાવામાં આવશે. મોડી રાતની આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહીલ, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિસ્ત્રી અને ભરત સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોડી રાતની મેરેથોન આ બેઠકનો રિપોર્ટ અહેમદ પટેલ અને રાજીવ સાતવ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવશે. કોઈ પણ નેતાની અવગણના નહીં કરાય તેની ખાતરી અપાઈ છે. લોકસભામાં તમામને નાની મોટી જવાબદારી સોંપાશે તેની કામગીરી કરવાની પણ તૈયારી રાખવાનું આ બેઠકમાં જણાવાયું છે.

કયા સમાજને કયા નેતાઓને ટિકિટ આપી શકાય તેની ચર્ચા કરાઇ

બેઠક બાદ અમિત ચાવડાએ કોઇ નેતા નારાજ હોવાના અહેવાલોને રદિયો આપ્યો હતો. તેમણે આ બેઠક આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે યોજાયેલી હોવાનુ જણાવ્યું હતું. આ બેઠકમાં ર૬ બેઠકોના રીપોર્ટની સમીક્ષા કરાઇ હતી. તેમજ કયા સમાજને કયા નેતાઓને ટિકિટ આપી શકાય તેની ચર્ચા કરાઇ હતી. તેમણે કોંગ્રેસ નેતાઓમાં નારાજગી હોવાના અહેવાલોને પણ ફગાવ્યા હતા. તેમણે કહ્યુ કે સંકલનનો જે કોઇ અભાવ છે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશુ. તો સિનિયર નેતાઓની બેઠકને તેમણે પક્ષની આંતરીક લોકશાહીના પ્રતિક સમાન ગણાવી હતી. તેમણે આને ગેરશિસ્ત ન ગણતા આવી બેઠકો થકી મળેલા સૂચનોને અહી મળેલી બેઠકમાં ચર્ચા થયાનુ જણાવ્યુ હતુ. અસંતુષ્ટ નેતાઓને પણ લોકસભામાં યોગ્ય સ્થાન મળે તેવી ખાતરી અપાઈ છે. કોઇ પણ નેતાની અવગણના કરાઈ રહી ન હોવાનો આ બેઠકમાં ભરોસો અપાયો હતો.

સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરાશે

આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચારની રણનીતિ ઘડાઇ હોવાનુ પ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ. લોકસભા ચૂંટણીને હવે ૯૦ જેટલો સમય બાકી હોવાને કારણે હવે પ્રચાર પૂરજોશમાં ચાલુ કરવા માટે રણનીતિ ઘડાઇ હતી. સાથે જ સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર અંગે પણ ચર્ચા કરાઇ હતી. તેમણે ભાજપના કેટલાક નારાજ નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં હોવાનુ જણાવ્યુ હતુ. ભાજપના આ નેતાઓને કોંગ્રેસમાં સમાવેશને લઇને પણ ચર્ચા કરાઇ હતી. આગામી અઠવાડીયામાં ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. તેમણે કહ્યુ કે સંકલનનો જે કોઇ અભાવ છે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશુ.
તાજેતરમાં પક્ષના સિનિયર નેતાઓની મળેલી બેઠકને લઇને પક્ષમાં આંતરીક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. જસદણની હાર બાદ સિનિયર નેતાઓએ પ્રદેશ નેતાગીરી સામે નારાજગી વ્યકત કરી હતી. આવામાં આ બેઠક મહત્વની મનાય છે.

કોંગ્રેસ નેતાઓમાં નારાજગી હોવાના અહેવાલોને પણ ફગાવ્યા

અમિત ચાવડાએ આવનારી ચૂંટણી સૌએ સાથે મળીને લડવાની નેમ વ્યકત કરી હતી. આ બેઠક પણ તેના માટે જ મળી હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે કોંગ્રેસ નેતાઓમાં નારાજગી હોવાના અહેવાલોને પણ ફગાવ્યા હતા. તો સિનિયર નેતાઓની બેઠકને તેમણે પક્ષની આંતરીક લોકશાહીના પ્રતિક સમાન ગણાવી હતી. તેમણે આને ગેરશિસ્ત ન ગણતા આવી બેઠકો થકી મળેલા સૂચનોને અહી મળેલી બેઠકમાં ચર્ચા થયાનું જણાવ્યું હતું. ગુજરાતના નેતાઓ સાથે હાઈ કમાન્ડે લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકોના સંદર્ભમાં પણ ચર્ચા-વિચારણા કરી છે તેમજ ગુજરાત માંથી વધુને વધુ કેટલી બેઠક કઈ રીતે જીતી શકાય. તેનો રિપોર્ટ કરવાની સૂચના પણ આપી દેવાઇ છે.

Related posts

વારાણસીમાં NDAનાં નેતાઓની હાજરી, પીએમ મોદીનું શક્તિ પ્રદર્શન કે પછી…

Riyaz Parmar

માયાવતી : અમારી ચૂંટણીઓની જાહેર બેઠકોમાં ભાજપના ભટકતા જાનવરોને………

Path Shah

6 કરોડ નોકરિયાતો માટે આવી ખુશખબર, પીએફ મામલે સરકારે લીધો મોટો નિર્ણય

Mansi Patel