સૌરાષ્ટ્રના કદાવર નેતા જવાહર ચાવડાનું ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસને મોટો ફટકો

jawahar chavda joins bjp

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઈ છે.કારણે કે, કોંગ્રસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા કોંગ્રેસના બેડામાં ખડભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપતા કોંગ્રેસનો વધુ એક ગઢ દરાશાઈ થઈ ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી જવાહર ચાવડા કોંગ્રેસમાં જીત મેળવતા આવ્યા હતા. માણાવદરનો ગઢ કોંગ્રેસનો અજેય ગઢ રહ્યો છે ત્યારે હવે જવાહર ચાવડાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જણાવી દઈએ કે જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા પણ સૌરાષ્ટ્રનું ખૂબ મોટું નામ છે.

તેમણે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને આપ્યું હતું, આ અંગે વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે રાજીનામા પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી. રાજીનામાનો પત્ર સચિવ શ્રી બી.એમ.પટેલને આપી દેવામાં આવ્યો છે. જો કે ક્યા કારણોસર રાજીનામું પડ્યું તેના વિશે હાલ કોઈ વિગત સામે આવી નથી.

એક બાદ એક પડી રહેલા રાજીનામાના કારણે કોંગ્રેસ હવે ચિંતામાં મુકાય ગઈ છે. આ પહેલા લલિત વસોયાએ કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્ય રાજીનામું આપવાનો નથી જો કે તેઓ ખોટા પડ્યા હતા. બીજી તરફ તાલાળા ગીરમાં ભગવાનભાઈ બારડ ધારાસભ્ય પદ માટે ગેરલાયક ઠરતા તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. એટલે કે ટૂંક સમયમાં બે પેટા ચૂંટણીઓ થશે.

14મી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાએ પોતાના પ્રતિદ્રંદ્રી નિતિન ફડદુને 29763 વોટથી હરાવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે જે 77 સીટો પર જીત મેળવી છે તેમાંથી આ એક સીટ પર જવાહર ચાવડા વિજેતા હતા. ઉપરથી ભાજપનો કોઈ ધારાસભ્ય જવાહર ચાવડાના ગઢને અત્યાર સુધી ધરાશાયી નથી કરી શક્યો કારણે જવાહર ચાવડા માણાવદરમાં વન મેન આર્મી હતા. મળતી માહિતી મુજબ હર્ષદ રિબડીયા સાથે જવાહર ચાવડાને કોલ્ડવોર ચાલી રહી હતી જેને કારણે રાજીનામું આપ્યું હોવાની વાતો થઈ રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter