GSTV
Gandhinagar Trending ગુજરાત

દલિતોની નારાજગી મામલે ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલ સાથે બેઠક યોજી

એસટી-એસટી એક્ટ મુદ્દે સુપ્રીમના આદેશ સામે દલિતોની નારાજગીને લઇને કોંગ્રેસે રાજયપાલ સાથે મુલાકાત યોજી હતી. રાજ્યપાલ સાથે મુલાકાત કરતા પહેલા કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સુપ્રીમ કોર્ટના એસસી એસટી એક્ટ મુદ્દે આપેલા આદેશ અંગે દલિતોમાં પ્રવર્તી રહેલી નારાજગી અંગે ચર્ચા કરાઇ હતી. બેઠક બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ઓ.પી.કોહલીને મળવા પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ સુપ્રીમના આદેશ સામે દલિતોની નારાજગી અંગે નિવેદન સોંપ્યુ હતું.

 

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV