GSTV
Gujarat Government Advertisement

વિખેરાઈ જશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખુ, દિલ્હીથી આવી શકે છે આ આદેશ

Shashi Tharoor leader

Last Updated on June 26, 2019 by Alap Ramani

લોકસભાના ચૂંટણી પરિણામો બાદ હવે એકાદ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ માળખુ વિખેરાઈ જશે તેમ મનાય છે. આઠ મહાનગરોમાં શહેર પ્રમુખો, 33 જિલ્લા પ્રમુખો બદલાશે અને સંગઠનમાં આમૂલ પરિવર્તન જોવા મળશે તેમ મનાય છે. સતત બજીવખત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી નથી.

બે વખત ભાજપ 26 બેઠકો જીતવામાં સફળ થઈ છે. ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડ ગુજરાતના નેતાઓની નારાજ છે. સુત્રોના મતે ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખુ નબળુ છે. શહેરોમાં હજુયે કોંગ્રેસ દબદબો જમાવી શકી નથી. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી રહ્યા છે.

પરેશ ધાનાણી અને અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસની બાગડોરને મજબૂત બનાવવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે એકાદ સપ્તાહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિનું માળખુ રદ કરવા દિલ્હીથી આદેશ થાય તેવી સંભાવના છે.

અલગ અલગ ચૂંટણીની કોંગ્રેસની અરજી સુપ્રીમે ફગાવી

રાજ્યસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી બહુ મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચનો બે અલગ અલગ ચૂંટણી યોજવાનો નિર્ણય માન્ય રાખી કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની કામગીરીમાં દખલગીરી કરવાનો ઇન્કાર કર્યો છે. આમ 5 જુલાઇએ હવે નિર્ધારિત પ્રક્રિયા મુજબ જ બે બેઠકો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે અને બે અલગ અલગ ચૂંટણી યોજાવાના કારણે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત બની છે.

રાજ્યસભાની ચૂંટણી મામલે ગુજરાત કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપ્યો છે.  કોર્ટે ચૂંટણી યોજાયા બાદ હાઈકોર્ટમાં કોંગ્રેસને અરજી કરવા આદેશ કર્યો. ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ કોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં દખલ ન કરી શકે. કોંગ્રેસને ઝાટકો મળ્યા બાદ રાજ્યસભાની બન્ને બેઠક પર ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે.  કોર્ટમાં સુનાવણી દરમ્યાન ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યુ હતુ કે, ૫૭ વર્ષથી આવી રીતે ચૂંટણી કરાવીએ છીએ. આ ઉપરાંત ચૂંટણી પંચે દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનું ઉદાહરણ આપ્યુ હતુ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!