GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ગુજરાત કોંગ્રેસમાં કોને ટિકિટ અને કોને ઠેંગો? 6 બેઠકો પર નામ જાહેર થવાની ચર્ચા

gujarat rahul gandhi

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં લોકસભાની છ બેઠકોના ઉમેદવારોના નામો પર સીઈસી એટલે કે સેન્ટ્રલ ઈલેક્શન કમિટીએ મંજૂરી આપી છે. જોકે સત્તાવાર રીતે આ નામો હજુ સુધી જાહેર કરાયા નથી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર બેઠક પર સી.જે. ચાવડા, બારડોલી બેઠક પર તુષાર ચૌધરી, નવસારીમાં ધર્મેશ પટેલ, કચ્છમાં નરેશ મહેશ્વરી અને પંચમહાલમાં વી.કે. ખાંટના નામને મંજૂરી અપાઈ છે, જે મોટે ભાગે ફાઈનલ છે. કોંગ્રેસ હવે ગમે તે ઘડીએ ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

ભરૂચ બેઠક પર ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધન અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, હજુ સુધી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતની ચાર લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર થયા છે.

છ બેઠક પર ઉમેદવારના નામોને મંજૂરી મળી

દિલ્હીમાં સીઈસીની મિટિંગ પૂરી થયા બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સીઈસીએ છ બેઠક પર ઉમેદવારના નામોને મંજૂરી આપી છે. ઉમેદવારોના નામોની જાહેરાત આવતી કાલે કરાશે. તહેવાર બાદ દિલ્હીમાં ફરી વાર સીઈસીની મિટિંગ મળશે, જેમાં ઉમેદવારોના નામને મંજૂરી અપાશે. ૨૮મી માર્ચ સુધીમાં તમામ ઉમેદવારોના નામોને જાહેર કરવામાં આવશે.

દિલ્હીમાં છ નામોને મંજૂરી મળી છે પણ સૂત્રો પાંચ નામ ફાઈનલ થયા હોવાનું ટાંકીને કહે છે કે, પાટણમાં જગદીશ ઠાકોર અને પોરબંદર બેઠક પર લલિત વસોયાના નામ પર ચર્ચા ચાલી રહી છે. અલબત્ત હજી મંજૂરી મળી નથી. જ્યારે અન્ય બેઠકો પર આખરી ચર્ચા થઈ છે પરંતુ ઉમેદવારનું નામ ફાઈનલ થઈ શક્યું નથી.

Read Also

Related posts

કાળઝાળ ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓને અપાઈ આ રાહત

Nilesh Jethva

ભાઈ હોય તો અક્ષય જેવો, બહેનને કોરોના મુક્ત રાખવા આખી ફ્લાઇટ જ બુક કરાવી નાખી

Ankita Trada

ગુજરાતમાં સતત ચોથા દિવસે ડિસ્ચાર્જ આંક ઊંચો, આજે 608 લોકોએ કોરોનાને આપી મ્હાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!