GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સફેદ કપડા સાથે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સફેદ કપડા સાથે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

ગુજરાતના એક એક જિલ્લામાં લોકોમાં આક્રંદ છે. અમદાવાદ ખાતે યુથ કોંગ્રેસના નેતાઓ કેન્ડલ સાથે માર્ચ કાઢી છે. કેન્ડલ માર્ચના આયોજનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. તો સાથે જોડાયેલી જનતાએ પાકિસ્તાન મૂર્દાબાદના નારા લાગ્યા હતા. અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા. તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમથી આરટીઓ સુધીની કેન્ડલ માર્ચનું આયોજન કરાયું.

દેશના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ કક્ષાએ લોકો બહાર નીકળી રહ્યા છે. નેતાઓ સહિત સ્થાનિકો પણ પોસ્ટર અને નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લોકો પોતાના પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કેટલીક જગ્યાએ પાકિસ્તાન અને આતંકી મશૂદ અઝહરના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે.

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

Karan

આ 8 દેશમાં રેપ કરનારા નરાધમો માટે છે એવા કાયદા કે ઘડીના છઠ્ઠા ભાગમાં જ પહોંચી જાય છે નર્કના દ્વારે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!